મોરબી: મોરબી શનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપુરગામે રહેતા રાહુલભાઈ રાજેશભાઈ ગજીયા (ઉ.વ.૨૩)એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૬-૦૭-૨૦૨૩ ના રોજ બપોરના અઢી વાગ્યથી સાડા ત્રણ વાગ્યાના અરસામાં અજાણ્યા આરોપીએ ફરીયાદીનુ કાળા કલરનું સ્પેંન્ડર પ્લસ મોટરસાયકલ જેના રજીસ્ટર નં.GJ-10-DQ-2612 વાળુ સને ૨૦૨૩નુ મોડલ જેની હાલે આશરે કિ.રૂ.૪૦૦૦૦/-વાળુ મોટરસાયકલ (જગમ મિલ્કત ) પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ તે જગ્યાએથી ખસેડી ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનાર રાહુલભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
