મોરબી બાયપાસથી લીલાપર સુધીનો કેનાલની બીજી બાજુના રોડનું અધૂરું કામ પૂરું કરવા કરાઈ માંગ
પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા ખાતમુહુર્ત કરાયું હતું.
મોરબી: ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે કે મોરબી નગર પાલિકા દ્વારા ચાલુ કરવામાં આવેલ હતું જેનું ખાત મુરત ત્યારના ગુજરાત સરકારના મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા કરવામાં આવેલ હતું.
પરંતુ આ રોડનું કામ ખુબજ નબળી ગુણવતા વારુ થયેલ છે. ઘણી જગ્યા એ રોડ તૂટી જવા પામેલ છે. તેમાં હમણા ભીમાણી પ્રોવિઝન સ્ટોર પાસે રીપેરીંગ પણ કરવામાં આવેલ છે. પરંતુ આ રોડ નું કામ હજુ પૂરું થયેલ નથી. ઘણી જગ્યાઓએ કામ અધૂરું છોડી દેવામાં આવેલ છે. અને ઘણું કામ હજુ બાકી પણ છે. અને કરેલ કામ જે તૂટી જવા પામેલ છે. તેનું દરેક જગ્યા એ રીપેરીંગ પણ કરવામાં આવેલ નથી, અને આ અધૂરા અને નબળા કામ પર હાલ માં જયારે કામો પુરા નથી થયા તો પણ પુરા થયા પછી.
જે રીતે પટા મારવામાં આવેલ છે તેવા પટા મારવા માં આવેલ છે. એટલે કે હવે આ બાકી કામો કરવાના નથી તેવું માનવું પડે તેવું મને લાગે છે.તો અમારી માંગણી છે કે અધૂરું કામ જલ્દી પૂરું કરવામાં આવે. અને જ્યાં નબળું કામ થયેલ છે. ત્યાં ફરી થી કરવામાં આવે કે રીપેરીંગ કવામાં આવે અને આ રોડ લીલાપરથી બાયપાસ સુધી લોકોના ઉપયોગ માટે ખુલ્લો મુકવામાં આવે તો આ બાબતે વહેલાસર યોગ્ય આદેશો આપીને જલ્દી કામ પૂરું થાય તેવું કાન્તિલાલ ડી. બાવરવા) જનરલ સેક્રેટરી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન એ મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું હતું.