મોરબીમાંથી દેશી હાથ બનાવટની બંદૂક સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી શહેરમાં આવેલ વી.સી. ફાટક પાછળ કબ્રસ્તાનથી બજરંગ વ્યાયામ શાળા વાળી શેરીમાંથી દેશી હાથ બનાવટની રીવોલ્વર (હથિયાર) સાથે એક ઈસમને મોરબી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવતા મોરબી શહેરમાં આવેલ વી.સી. ફાટક પાછળ કબ્રસ્તાનથી બજરંગ વ્યાયામ શાળા વાળી શેરીમાં શંકાસ્પદ ઈસમ તપાસ કરતા આરોપી ઇરફાન ઉર્ફે લતીફ રહીમભાઈ સુમરા (ઉ.વ.૨૧) રહે. વીસીપરા ફુલછાબ સોસાયટી, બ્લોક નં -૦૧ બરફના કારખાના પાસે મોરબીવાળા પાસેથી દેશી હાથ બનાવટની રીવોલ્વર (હથિયાર) નંગ -૦૧ કિં રૂ. ૫,૦૦૦ વાળી મળી આવતા આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હથિયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.