કોંગ્રેસ દ્વારા મોરબી સિરામિક ઉદ્યોગ પર તથ્ય વગરના કરેલા આક્ષેપોને સિરામિક એસોસિયેશને વખોડી કાઢ્યો
મોરબીના મચ્છુ 2 ડેમ સાઈટ ખાતે કેમિકલયુક્ત કચરા અંગે કોંગ્રેસ સમિતિ દ્વારા અખબારી યાદી પ્રસિદ્ધ કરી હોય જે મામલે સિરામિક એસો દ્વારા આ કચરો સિરામિક ઉદ્યોગનો નથી તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે અને તથ્ય વિહોણા આક્ષેપને એસો. દ્વારા વખોડી કાઢવામાં આવ્યા છે
મોરબી સિરામિક એસોની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ગત સપ્તાહે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સિરામિક ઉદ્યોગ પર કેમિકલયુક્ત કચરો મચ્છુ 2 માં નાખવામાં આવે છે તેવો આક્ષેપ થયો હતો અને જીલ્લા વહીવટી તંત્રમાં રજૂઆત કરી હતી જે મામલે સિરામિક એસો દ્વારા સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે મોરબી સિરામિક ઉદ્યોગના પ્રોસેસમાં જે ઘન કચરો નીકળે છે તે ફરી વખત સિરામિક પ્રોસેસમાં વપરાય જતો હોય છે ઘન કચરો ફરીથી પ્રોસેસમાં વપરાતો હોવાથી પ્રોડક્શન કોસ્ટ નીચી આવતી હોય છે માટે તે પણ કીમતી છે અને સિરામિક માટે રો મટીરીયલ્સ છે તો આવો ઘન કચરો નદીમાં કે ક્યાય બહાર નાખવો કોઈ સિરામિક ઉદ્યોગને પોસાય નહિ
ઘન કચરો હાલમાં બજારમાં વેચાય છે અને ફરી વખત વાપરીને ટાઈલ્સ બનાવવામાં આવે છે જેથી જે ફરિયાદ થઇ છે તે મચ્છુ 2 નો કેમિકલયુક્ત કચરો અમારા સિરામિક ઉદ્યોગનો નથી સિરામિકના યુનિટો આવા કચરા ક્યાય નાખતા નથી અને કચરો સિરામિક ઉદ્યોગનો નથી અને તથ્ય વિહોણા આક્ષેપને સિરામિક ઉદ્યોગ વખોડે છે તેમ પણ અંતમાં જણાવ્યું છે