મોરબી: ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્રારા અતિગરીબ પરિવાર તથા ગરીબ ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કીટ વિતરણ કરવામાં આવી.
ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ રૂપે અતિગરીબ પરિવાર તથા ગરીબ ગંગા સ્વરૂપ બહેનોને દર મહિનાની ૧ થી ૫ તારીખની અંદર તેમની જરૂરિયાત મુજબ અનાજ કીટ વિતરણ કરવામાં આવે છે. આ કીટમા આશરે ૧૨ ( બાર) વસ્તુઓ આપવામાં આવે છે આ તમામ દાન સમાજમાં ધુન ભજન કરીને ત્યાં ભાવરૂપી મટકી ફેરવવામાં આવે છે અને તેમાંથી મળેલા દાનનો ઉપયોગ આવા સેવાયજ્ઞમાં કરવામાં આવે છે ચિત્રા હનુમાનજી મંડળના સભ્યો થકી આ સેવાકીય કાર્ય કરવામાં આવે છે.
મોરબીના મહેન્દ્રનગર ગામે ભૂગર્ભ ગટર નવી નાખવા તથા મહેન્દ્રનગરમા નવો રોડ બનાવતા વરસાદી પાણી સોસાયટીમાં ઘુસી જાય છે જેનો નિકાલ કરવા વગેરે જેવી સમસ્યાઓનુ નિવારણ લાવવા મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ જાનકીબેન કૈલાએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ જાનકીબેન કૈલાએ મોરબી...
મોરબીની ઈચ્છુક સરકારી તથા ખાનગી કોલેજીસ કે સંસ્થાઓએ ૩૦ મે સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં દરેક જિલ્લામાં ‘જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ’ શરૂ કરવામાં આવનાર છે. જે અંતર્ગત પ્રથમ તબક્કમાં ૫ (ઝોનમાં ૫ ‘જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ’ (DLSC) શરૂ કરવા માટે રસ ધરાવતી...