મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નોંધાયેલ છે. જે અનુસાર મરણ જનાર પુરુષ ઉ.વ. 40 મોરબી તા.14-06-2022 ના 3:30 કલાકે પહેલા કોઈ વખતે મોરબી તાલુકાના મોરબી હળવદ હાઈવે રોડ નીચી માંડલ ગામની સીમ સેગા સીરામિકના કારખાનાની બાજુમાં આવેલ બાબુભાઈ પ્રભુભાઈ કુંડારીયાના ખેડાણ લાયક ખેતરમાં કોઇ પણ કારણોસર મરણ ગયેલ હાલતમાં લાશ મળી આવેલ હોય આ લાશનું મોરબી સરકારી સિવિલ હોસ્પીટલ ખાતે પી.એમ. કરાવવામાં આવેલ છે.
મરણજનારની લાશને મોરબી સરકારી સિવીલ હોસ્પિટલના પી.એમ. રૂમના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલ હોય જે પુરૂષ વાદળી કલરનો સફેદ લાઈનીંગ વાળો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ તથા ગળાના ભાગે કાળા કલરનો ધાર્મિક દોરો તથા જમણા હાથે કલાઈના ભાગે અગ્રેજીમાં MINA લખાવેલ છે. મરણજનારના નામની કે તેના સગા સંબધીની કોઇ ઓળખ થયેલ ન હોય તેથી તેઓના વાલીવારસોએ તાલુકા પોલીસ સ્ટેશન ટેલીફોન નંબરઃ-૦૨૮૨૨-૨૪૨૫૯૨ તેમજ પોલીસ હેડ કોસ્ટેબલ જે.પી.વસીયાણીનો મોબાઈલ નંબરઃ-૮૩૨૦૪૩૨૩૭૮, ૯૮૨૫૫૮૫૪૮૭ પર સંપર્ક કરવા પોલીસ ઈન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...