Saturday, May 18, 2024

મોરબી કલેકટર કે.બી. ઝવેરીની ઉપસ્થિતિમાં EVM/VVPATનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન સંપન્ન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

જિલ્લા ચૂંટણી તંત્ર અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં ઈવીએમ મશીનનું રેન્ડમાઈઝેશન હાથ ધરાયું

ભારતનાં ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ જાહેર કરવામાં આવેલ છે. જે પૈકી સમગ્ર ગુજરાત રાજ્યની સાથે મોરબી જિલ્લામાં તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. જે અન્વયે મોરબી જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે.

ચૂંટણીલક્ષી કામગીરીના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ જિલ્લામાં સમાવિષ્ટ કુલ ૩ વિધાનસભા વિસ્તાર માટે સોફ્ટવેર દ્વારા રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

આ રેન્ડમાઈઝેશન વખતે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ઈવીએમ ફર્સ્ટ રેન્ડમાઈઝેશન કરી સમગ્ર પ્રક્રિયાને અનુસરી રેન્ડમાઈઝેશનની યાદી રાજકીય પક્ષોને આપવામાં આવી હતી.

ઈવીએમમાં બેલેટ યુનિટ અને કન્ટ્રોલ યુનિટ એમ બે એકમોનો સમાવેશ થાય છે. ફર્સ્ટ રેન્ડમાઈઝેશન દરમિયાન ચૂંટણી પંચે ઠરાવેલા ધારાધોરણો પ્રમાણે પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રના કુલ મતદાન મથકોની સંખ્યા અનુસાર BU- બેલેટ યુનિટ, CU- કન્ટ્રોલ યુનિટ અને વીવીપેટની તકેદારીના રૂપમાં ફાળવણી કરવામાં આવતી હોય છે. આ ધારાધોરણ પ્રમાણે બેલેટ યુનિટ્સ-કન્ટ્રોલ યુનિટ્સ અને વીવીપેટની ફાળવણી કરવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે.

આ રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા દરમિયાન નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચર, નાયબ ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા, ચૂંટણી મામલતદાર જાવેદ સિંધી તેમજ વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર