લોકશાહીમાં મતદારની મહત્વની ભૂમિકા -કલેકટર જે. બી. પટેલ
કલેકટર જે. બી. પટેલના અધ્યક્ષસ્થાને મતદારયાદી સંબંધે સ્વીપની બેઠકનું આયોજન કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું.
આ તકે કલેક્ટરે જણાવ્યું હતું, લોકશાહીમાં તમામ મતદાર મહત્વની ભૂમિકા ભજવે છે. મતદારોને જાગૃત કરવામાં તમામ કર્મચારીઓને મહત્વની કામગીરી કરવા પણ જણાવ્યું હતું. વધુમાં વોટર અવેરનેસ ફોરમ, મતદાર જાગૃતિના કાર્યક્રમો તથા એપિક વગેરે અંગે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નાયબ પોલીસ અધિક્ષક અતુલ બંસલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ કાથડ, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર ઝાલા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે. એમ. કતીરા, જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ તથા સંબંધીત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
