Saturday, April 27, 2024

મોરબી : કલેકટર કે.બી. ઝવેરીએ લીધી ઇવીએમ સ્ટ્રોંગ રૂમ અને મતદાન મથકની મુલાકાત 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

સબંધિત અધિકારીઓને સાથે રાખી જરૂરી સૂચન કરી માર્ગદર્શન આપ્યું

મોરબી: આગામી લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓના ભાગરૂપે મોરબીના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.બી. ઝવેરી દ્વારા ઇવીએમ સ્ટ્રોંગ રૂમ અને મતદાન મથકની મુલાકાત કરવામાં આવી હતી.

મોરબીના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.બી. ઝવેરીએ મોરબીની 67 – વાંકાનેર વિધાનસભા બેઠકના ઇવીએમ સ્ટ્રોંગ રૂમ તથા રીસિવિંગ ડિસ્પેચ સેન્ટરની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોરબીની 67 – વાંકાનેર વિધાનસભા બેઠકના નવા ઢુંવા ગામે મતદાન મથકની મુલાકાત કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.

મતદાન મથક અને ઇવીએમ સ્ટ્રોંગ રૂમ ખાતે કોઈ ખલેલ ન પહોંચે અને ગોપનીયતા જળવાઈ રહે તેમજ કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી આપવામાં આવેલ સૂચનાઓની ચુસ્ત અમલવારી થઈ શકે તે અન્વયે સંબધિત અધિકારીઓ સાથે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી.

આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાને લઈને પણ જરૂરી સૂચનો આપવામાં આવ્યાં હતાં. સાથે સાથે મતદાનના દિવસે મતદાન મથક પર તમામ વ્યવસ્થાઓ સુનિશ્રિત કરી શકાય તે બાબતે પણ વિચાર-વિમર્શ કરાયો હતો.

જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી તથા નાયબ જિલ્લાચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા દ્વારા ઉપસ્થિત સૌ અધિકારીઓને તમામ બાબતોમાં જરૂરી સૂચન કરી યોગ્ય માર્ગદર્શન અપાયું હતું.

આ મુલાકાતમાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ, વાંકાનેર પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવી, વાંકનેર મામલતદાર યુ.વી.કાનાણી તથા સબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર