મોરબી: કોંગ્રેસ દ્વારા આગામી લોકસભાની ચુંટણી અંગેનો ટ્રેનિંગ કાર્યક્રમ યોજાશે
કોંગી કાર્યકર્તાઓ હાજર રહેવા વિનંતી
લોકસભાની ચૂંટણી ની તૈયારી શરૂ થઈ ગઈ છે જેમાં જિલ્લા કોંગ્રેસ આગેવાનો હોદેદારો કાર્યકરો મળીનેલોકસભા ચુંટણી અંગેનો ટ્રેનીંગ કાર્યક્રમ યોજશે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર ની સૂચના અનુસાર લીડરશિપ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ કાર્યક્ર્મ હેઠળ આગામી 2024ની લોકસભા ચુંટણી ની તૈયારી ના ભાગ રૂપે કચ્છ લોકસભાના પ્રભારી દિપક વૈધ્ય, મોરબી જિલ્લા ની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ લોકસભા ચુંટણી અંગે માર્ગદર્શન અને ટ્રેનીંગ આપશે.આ તકે જિલ્લા/તાલુકા/શહેર કોંગ્રેસના હોદેદારો, ચૂંટાયેલા સભ્યો,દરેક ફ્રન્ટલ/ સેલના હોદ્દેદારો, સર્વ કાર્યકર ભાઇઓ બહેનોએ આવતી કાલે શુક્રવારે 19-5-2023 ના રોજ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે હાજર રહેવા જણાવ્યું છે.