Thursday, August 7, 2025

મોરબી જીલ્લાની દશ ગ્રામ પંચાયત ખાતે વૃક્ષ વિતરણ કાર્યક્રમ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લા વિકાસ અધિકારીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાની કુલ ૧૦ ગ્રામ પંચાયત ખાતે એક મહત્વપૂર્ણ અને લોકોને પ્રેરણા આપનારો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) ના લાભાર્થીઓના આવાસોમાં ફળદ્રુપ વૃક્ષ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં આંબાના ૧૫૦ છોડનું પ્રતિકારક રૂપે વિતરણ કરાયું. આ ઉપરાંત જિલ્લાના તમામ ગ્રામ પંચાયતમાં રહેલા લાભાર્થીને ૨૫૦૦ આંબાના છોડનું વિતરણ કરવામાં આવેલ છે.

NRLM યોજના અંતર્ગત સ્વ સહાય જૂથની બહેનોને તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના લાભાર્થીઓના પરિવારના સ્વાસ્થ માટે ઓર્ગેનિક અને તાજા શાકભાજી મળી રહે તેમજ આર્થિક રીતે પણ મદદ થાય તેવા હેતુથી પોતાના ઘરના આંગણે કે ફળિયામાં કિચન ગાર્ડન કરી શકે તેવા હેતુ થી કિચન ગાર્ડનની કુલ ૧૦૦૦ કીટનું પણ વિતરણ કરવામાં આવેલ છે. મનરેગા યોજના હેઠળ કુલ ૪૭૦ જેટલા આંબાના છોડનું વૃક્ષ રોપણ કરવામાં આવેલ હતું. આ ઉપરાંત વનીકરણ હેતુથી જિલ્લાની અલગ અલગ ગ્રામ પંચાયતમાં વધુ ૨૦૦૦ આંબાના છોડનું વાવેતર કરવામાં આવેલ છે. આમ જિલ્લા માં કુલ ૫૦૦૦ આંબાના છોડનું વિતરણ કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં મોરબી તાલુકાના બગથળા ગામે જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારધી, તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, મહિલા મોરચાના પ્રમુખ પ્રફુલ્લાબેન મેરજા તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેશકુમાર ભટ્ટ સાહેબ અતિથિ રુપે ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત હળવદ તાલુકાના રણજીતગઢ ગામે જિલ્લા પંચાયત કચેરીના કારોબારી ચેરમેન પ્રવીણભાઈ સોનગરા, વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામે જિલ્લા પંચાયત સદસ્ય ઝહીરઅબ્બાસભાઈ શેરશીયા અને ટંકારા તાલુકાના હમીરપર ગામે તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન અલ્પેશભાઈ દલસાણીયા અતિથિ રુપે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓ, ગામના તલાટી મંત્રીઓ, સરપંચઓ તથા ગ્રામ પંચાયતના સભ્યોઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો અને વ્યક્તિગત રીતે વૃક્ષ વિતરણ કર્યું. સરકારના પ્રયાસોને લોકો સુધી પહોંચી વળાવવા માટે આવા કાર્યક્રમો આવશ્યક છે.

આ ફળદ્રુપ વૃક્ષોનો ઉદ્દેશ્ય એ છે કે દરેક ઘરો પાસે પોતાનું એક છૂટક ફળદ્રુપ વૃક્ષ હોય, જે આર્થિક તેમજ પોષણમાં સુધારો લાવશે. આ સાથે જ, વૃક્ષારોપણ સાથે પર્યાવરણ સાચવવાના સંદેશને પણ આગવી રીતે વિસ્તૃત કરવામાં આવ્યો. આ ભવિષ્ય દ્રષ્ટિથી ભરેલું આયોજન ગામોના સર્વાંગી વિકાસનો માર્ગ કરતું ઉમદા પગલું છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર