Saturday, August 9, 2025

મોરબી જિલ્લા કોંગ્રેસમાં રાજીનામાનો દોર થયો શરૂ : વર્ષો થી પક્ષ સાથે રહેલા કાંતિલાલ બાવરવાએ આપ્યું રાજીનામુ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જીલ્લા કોંગ્રેસમાં રાજીનામાનો દોર શરૂ થયો છે ત્યારે રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ કાંતિલાલ બાવરવા કોંગ્રેસ પક્ષથી નારાજ થતા કોંગ્રેસ સાથે છેડો ફાડી પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.

રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રમુખ કાંતિલાલ બાવરવાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખી રાજીનામું ધર્યું છે તથા તેમના દ્વારા જણાવાયું હતું કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમીટી કે ગુજરાત કોંગ્રેસ સમિતિ થી કોઈ ફરીયાદ નથી પરંતુ મને સ્થાનિક નેતાઓ તેમજ સ્થાનિક સગઠન તરફ થી સતત અવગણના થતી હોય અને જેની રજૂઆત વારંવાર સક્ષમ કક્ષા એ કરેલ હોવા છતાં કોઈ જ યોગ્ય નિરાકરણ નહીં મળતા કાંતિલાલ બાવરવાએ તમામ હોદાઓ પરથી તથા કોંગ્રેસના પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દેતા કોંગ્રેસ પક્ષમાં હડકંપ મચી જવા પામ્યો છે.‌ થોડા સમય બાદ જ મહાનગરપાલિકા તથા જીલ્લા પંચાયતની ચૂંટણી યોજાશે અને અને તે પહેલાં જ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામાં આપવાનો દોર શરૂ થઈ ચૂક્યો છે એક તરફ કોંગ્રેસ ફક્ત કાગળ પર જ રહેવા પામી છે ત્યારે સભ્યોના રાજીનામાથી કોંગ્રેસની મુશ્કેલીઓ વધી શકે છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર