મોરબી જીલ્લામાં આવેલ સરકારી તથા પ્રાઇવેટ સ્કૂલના આચાર્યો તથા વાલિઓની મીટીંગ 1 સપ્ટેમ્બરે યોજાશે
મોરબી જિલ્લા વિકાસ અધિકારી અને પી એમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય કોઠારીયા તરફથી મોરબી જિલ્લામાં આવેલ સરકારી તથા પ્રાઇવેટ સ્કૂલ ના આચાર્યઓ , તથા જેના બાળકો ધોરણ 8 અને 10 માં ભણતા હોય તેવા વાલીઓની મિટિંગ જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા માં આગામી તારીખ 01-09-2025 ના રોજ બપોરે 4:00 કલાકે સ્થળ- રૂમ ન. 110, જિલ્લા પંચાયત કચેરી, સો -ઓરડી, શોભેસ્વર રોડ, મોરબી ખાતે રાખવામાં આવેલ છે.
જેથી જિલ્લામાં જે જરૂરમંદ બાળકો નવોદય વિદ્યાલયમાં આવતા વર્ષે (2026 -27) ઇંગ્લિશ મિડિયમમાં ધોરણ 9 અને 11 સાયન્સ અને કોમર્સમાં ભણવા માંગતા હોય તેવા બાળકો સુધી વિના મૂલ્ય અને સારી ગુણવત્તાનું શિક્ષણ મળી શકે માટે જિલ્લાની તમામ શાળાના આચાર્ય અથવા તેના પ્રતિનિધિ અને જિલ્લા શિક્ષણ અધિકારી ,ઇચ્છુક બાળકોના વાલીઓ જેમાં બહારથી અલગ અલગ ફેક્ટરીમાં કામ કરતા જરૂરમંદ બાળકોના વાલીઓ આ મીટિંગમાં ઉપસ્થિત રહેવા જણાવેલ છે.