મોરબી જીલ્લામાં નેશનલ લેવલ મોનીટરીંગ ટીમ દ્વારા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાની ચકાસણી કરાઈ
મોરબી જીલ્લાના ગામોમાં નેશનલ લેવલ મોનીટર ટીમ દ્વારા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની ચકાસણી કરવામાં આવી છે. ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા મોરબી જિલ્લામાં કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ જેવી કે મહાત્મા ગાંધી નરેગા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સંસદ આદર્શ ગ્રામ યોજના, એન આર.એલ.એમ., વોટ૨શેડ યોજનાઓમાં થયેલ કામગીરીની ગામોમાં રૂબરૂ મુલાકાત લેવામાં આવી છે.
જેમાં મોરબી તાલુકા ના જુદા-જુદા ગામ જેવા કે બગથળા, ઊંચી માંડલ, રંગપર તેમજ ટીંબડી ગામની મુલાકાત દરમિયાન લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરી યોજનાના અમલીકરણ અંગેની માહિતી મેળવવામાં આવી હતી. તેમજ ડે.-એન.આર.એલ.એમ યોજના અંતગઁત ક્રિષ્ના સખી મંડળ સંચાલીત “ક્રિષ્ના ડેરી”ની મુલાકાત લીઘી તેમજ જુદી જુદી યોજનાઓ અંતર્ગત કરવામાં આવેલ કામોની સ્થળ મુલાકાત પણ કરવામાં આવી હતી. એન એલ એમ વિક્રમ યાદવ તેમજ પરમિનદર યાદવે ગ્રામજનોના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઠવીસર દ્વારા તેઓને ફિલ્ડવિઝિટ સબંધિત જરૂરી આયોજન માટે સહકાર પૂરો પાડવામાં આવ્યો હતો.