મોરબી નગરપાલિકાનાં દબાણ હટાવવાની કામગીરી નો ફિયસ્કો
મોટા ઉપાડે મોરબી નગરપાલિકાએ પંદર દિવસ પહેલા નવા બસ સ્ટેશન પાસે દબાણ દૂર કરાવ્યું હતું
મોરબી નગરપાલિકાએ નવા બસ સ્ટેશનની બાજુમાં થોડા દિવસ પહેલા બુલડોઝર ફેરવી દબાણ દૂર કરાવ્યું હતું પણ ફરી આ જગ્યા પર લારી ગલ્લા વાળાએ દબાણ ખળકી દીધા છે
હવે તો એવું લાગી રહ્યું છે કે જાણે આ દબાણ કરતા લારી ગલ્લા વાળને કોઈ પણ જાતનો તંત્રનો ડર રહ્યો નથી જેથી અવારનવાર આ જગ્યા પર દબાણ કરવામાં આવે છે અથવા કોઈ વગદાર ના વગથી આ લોકો દબાણ કરતા હોઈ તેવું લાગી રહ્યું છે
નગરપાલિકા આવા દબાણ દૂર કરી વાહ વાહી લૂંટી ફોટા સેશન કરી જતી રહે છે દબાણ હટાવવાની થોડી જ કલાકોમાં ફરી દબાણ થઈ જાય છે જેથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોઈ છે
મોરબી નગરપાલિકા આવા દબાણ ને કાયમી દૂર કરે અને લોકોને પડતી મુશ્કેલીમાંથી બહાર કાઢે તેવી લોક માંગ ઉઠી રહી છે
