હર ઘર તિરંગા અભિયાન થકી સમગ્ર દેશ તિરંગામય બન્યો છે – સાંસદ વિનોદભાઈ ચાવડા
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાઇ રહેલા હર ઘર તિરંગા અભિયાન અન્વયે મોરબી નગરપાલિકા દ્વારા આયોજિત ૧૦૮ ફુટ ઊંચા સ્તંભ પર તિરંગો લહેરાવવાના કાર્યક્રમમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ૧૦૮ ફૂટ ઊંચા સ્તંભ પર તિરંગો લહેરાવ્યો હતો.
આ તકે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, નગરપાલિકાનું આ આયોજન ખૂબ જ સરાહનીય છે. આ મનોહર દ્રશ્ય ખરેખર મનમોહક છે. વધુમાં જણાવ્યું હતું કે. સી.સી. રોડના કામો, સ્ટ્રીટ લાઇટના કામો તથા ૩૮ ડોર ટુ ડોર વાહનો થકી મોરબીની સુવિધામાં વધારો થશે તથા નગરજનોની સુખાકારીમાં પણ વધારો થશે.
આ પ્રસંગે કચ્છ-મોરબી સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આપણે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ઉજવી રહ્યા છીએ જે થકી સમગ્ર દેશ તિરંગામય બન્યો છે. હર ઘર તિરંગા અભિયાન હેઠળ કરેલા આ વિશેષ આયોજન માટે તેમણે મોરબી નગરપાલિકાને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં આત્મનિર્ભર ભારત અને ભારતની વિશ્વ ગુરુ બનાવવામાં સૌને પોતાનો ફાળો આપવા મોરબીવાસીઓને અપીલ કરી હતી.
સાથે સાથે આજે મોરબીના વિવિધ વિસ્તારોના સી.સી.રોડ, વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ, ૩૮ ડોર ટુ ડોર વાહનો તથા ઘર વિહોણાના આશ્રયસ્થાન માટે મહારાણી નંદકુંવરબા રૈન બસેરા વગેરે વિકાસ કામોના લોકાર્પણ/ખાતમુહુર્ત કરાયા હતા.
આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા, મોરબી નગરપાલિકા કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઈ દેસાઈ, અગ્રણી દુર્લભજીભાઈ દેથરીયા, રાઘવજીભાઈ ગડારા તેમજ વિવિધ શાળાઓમાંથી આવેલા વિદ્યાર્થીઓ, નગરપાલિકાના સદસ્યો તેમજ નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
માળીયા મીયાણા તાલુકાના જાજાસર ગામે ખેડૂતોની જમીનમાં મંજૂરી વગર વિજ લાઇન માટેના પોલ નાખતા ખેડૂતો દ્વારા વાંધા અરજી મોરબી જીલ્લા કલેકટરને કરી છે અને વળતર અંગે સાંભળવામાં આવે અને સર્વે-૯૧ તથા ૯૦ વાળી જમીનની તપાસ કરી રીસર્વે થવા અંગે હુકમ કરવા માંગણી કરવામાં આવી છે.
માળીયા મીયાણાના જાજાસર ગામના અરજદાર...
ભારતના શક્તિશાળી એટેકથી પાક ધ્રુજી ગયું:ભારતનું 'ઑપરેશન સિંદૂર' 30 આતંકીનો ખાતમો
ભારતે પહલગામનો બદલો લેતાં રાત્રે આતંકી અડ્ડા પર એર સ્ટ્રાઇક કરી છે જેમાં આતંકીઓના 9 અડ્ડાને ધ્વંશ કર્યો છે જેમાં 30 આતંકી માર્યા ગયા છે.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ બદલો લેવાની કાર્યવાહી કરી...
માળીયા મીયાણા તાલુકાના ચિખલી ગામે યુવકે અગાઉ આરોપી પર દારૂનો કેસ થયેલ હોવાની પોલીસ બાતમી આપી હોય એવી યુવક પર શંકા કરી ખાર રાખી યુવકને ચાર શખ્સોએ માર માર્યો હોવાની માળિયા મી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા (મીં) તાલુકાના ચિખલી ગામે રહેતા શેખરભાઈ ચંદુભાઈ નગવાડીયા (ઉ.વ.૨૮)...