મોરબી: કારખાનાના શેઠે બાકી રૂપિયા ન ચુકવતા આરોપીની ધમકીઓથી કંટાળી બ્લેડ વડે ચેકો મારતા યુવક ઈજાગ્રસ્ત
મોરબી: મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે આવેલ ગોકુલ મીનરલ્સ કારખાનામાં જનરલ મેનેજરની નોકરી કરતા યુવકે કારખાનાના શેઠના કહેવાથી આરોપી રાધે એન્ટરપ્રાઈઝમાથી રૂ. ૭૦,૦૦૦ ના બે બેલ્ટ ગોકુલ મીનરલ્સ નામના ચલણથી મંગાવેલા હોય જે બેલ્ટના રૂપીયા શેઠે આરોપીને નહી ચુકવતા અવાર નવાર કારખાનાના બાકી બીલ પૈસાની ઉઘરાણી બાબતે ફોન કરી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતા યુવકે ધમકીઓથી કંટાળી પોતાના હાથ પર બ્લેડ વડે ચેકો મારી ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે પાવનપાર્ક સોસાયટી શેરી નં -૧મા રહેતા અને ગોકુલ મીનરલ્સ કારખાનામાં જનરલ મેનેજર તરીકે નોકરી કરતા ભાવેશભાઇ પ્રેમજીભાઈ ગોહેલ (ઉ.વ.૪૨) એ આરોપી મયુરભાઈ મુંધવા રહે. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૯-૦૭-૨૦૨૩ થી આજ સુધી ફરીયાદી નવા જાંબુડીયા પાસે ગોકુલ મિનરલ્સમા પ્લાન્ટ કાર્યરત રખાવવાનુ તથા જરૂર પડ્યે માલ-સામાન મંગાવી રીપેર કરવવાનુ કામ જનરલ મેનેજરની નોકરી કરતા હોય ત્યારે શેઠ આનંદભાઈ કૈલાના કહેવાથી ફરીયાદીએ આરોપી મયુરભાઈ મુંધવા રાધે એન્ટરપ્રાઈઝ જુના ઘુંટુ રોડવાળા પાસેથી રૂ.૭૦,૦૦૦/- ના બે બેલ્ટ ગોકુલ મિનરલ્સના નામના ચલણથી મંગાવેલ હોય જે બેલ્ટના પૈસા ગુકુલ મિનરલ્સના શેઠ આનંદભાઈએ આરોપીને નહી ચુકવતા આરોપીએ ફરીયાદીને અવાર-નવાર કારખાનના બાકી બીલ પૈસાની ઉઘરાણી બાબતે ફોન કરી ગાળો આપી ફોનમા જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરીયાદીએ પોતાની જાતે ડાબા હાથમા બ્લેડથી ચેકો મારી લઈ ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર ભાવેશભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૫૦૪,૫૦૭ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
