Monday, June 9, 2025

મોરબી જિલ્લામાં 3 પરીક્ષા કેન્દ્ર પર રેલવે ભરતી માટેની યોજાનાર મોક ટેસ્ટ હવે 29 જુને યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આગામી તા.૧૫/૦૬/૨૦૨૫ ના રોજ રેલ્વે ભરતી બોર્ડની જાહેરાત અન્વયે મોરબી જિલ્લામાં ત્રણ પરીક્ષા કેન્દ્રો પર જિલ્લા પંચાયત દ્વારા યોજાનાર મોક ટેસ્ટ-૨ હવે તા.૨૯/૦૬/૨૦૨૫ના રોજ યોજાશે.

ભારત સરકારના રેલ્વે મંત્રાલયના રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા Group – “D” (Level-1) ની એસ.એસ.સી./ આઈ.ટી.આઈ./ડિપ્લોમા પાસ થયેલ હોય તેવા અને ૧૮ વર્ષથી વધુ ઉંમર ધરાવતા ઉમેદવારો માટે ૧૪ જેટલી અલગ અલગ ટેકનિકલ પોસ્ટની કુલ ૩૨,૪૩૮ જગ્યા માટેની ભરતી અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. જેમાં વેસ્ટર્ન ઝોન અમદાવાદ માટે ૪,૬૭૨ જેટલી અલગ અલગ ટેકનિકલ પોસ્ટની જગ્યાઓનો સમાવેશ કરવામાં આવેલ.

મોરબી જિલ્લામાં પાત્રતા ધરાવતા ઉમેદવારોને વધુમાં વધુ રોજગારી મળી રહે અને યુવા વર્ગ સરકારી સેવામાં જોડાઇ પગભર બને તેવા શુદ્ધ હેતુથી જિલ્લા પંચાયત કચેરી દ્વારા મોરબી જિલ્લાની અલગ અલગ ખ્યાતનામ શૈક્ષણીક સંસ્થાઓના સાથ સહકારથી અગાઉ તા.૧૫-૦૬-૨૦૨૫ને રવિવારના રોજ સવારના ૧૦:૩૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી જિલ્લામાં ત્રણ જેટલા પરીક્ષા કેન્દ્રો પર વિનામૂલ્યે મોક ટેસ્ટ લેવાનું આયોજન કરેલ હતુ.

જેમાં મોરબી, માળીયા અને ટંકારા તાલુકાના ઉમેદવારો માટે શ્રી યુ.એન. મહેતા આર્ટસ કોલેજ, નજર બાગ, ભડિયાદ રોડ, મોરબી ખાતે, વાંકનેર તાલુકાના ઉમેદવારો માટે ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલીત શ્રીમતી ઈન્દુબેન લલીતભાઈ મહેતા મહિલા કોમર્સ કોલેજ, શ્રી અમરસિંહજી હાઇસ્કૂલ, તાલુકા પંચાયત રોડ, વાંકાનેર ખાતે તથા હળવદ તાલુકાના ઉમેદવારો માટે સાંદીપની ઈંગ્લીશ સ્કુલ, મોરબી-માળીયા ચોકડી પાસે, હળવદ ખાતે યોજવાનું નક્કી કરવામાં આવેલ હતું.

હાલમાં ગ્રામ પંચાયતોની ચુંટણીઓને તથા તા.૧૫/૦૬/ ૨૦૨૫ના રોજ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાનાર લોકરક્ષક સંવર્ગની લેખિત પરીક્ષાને ધ્યાને લઈ જિલ્લા પંચાયત દ્વારા રેલ્વે ભરતી માટેની તા.૧૫/૦૬/૨૦૨૫ ના રોજ યોજાનાર મોક ટેસ્ટ-૨ હવે પછી આગામી તા.૨૯/૦૬/૨૦૨૫ ને રવિવારના રોજ અગાઉના નિર્ધારીત આયોજન મુજબ યોજાશે. જે કોઈ પાત્રતા ધરાવતા ઉમેદવારો આ મોક ટેસ્ટ આપવા ઇચ્છતા હોય તો તેઓએ તા.૨૮/ ૦૬/૨૦૨૫ સુધીમાં જિલ્લા પંચાયત મોરબીની વેબસાઇટ ઉપર મુકેલ લીંક પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર