મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ
મોરબી જિલ્લામાં ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવીના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા હેઠળની ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી સંલગ્ન રોગચાળા અટકાયતી કામગીરી અને ખાસ કરીને ગત વર્ષે ફેલાયલે ચાંદીપુરા વાયરસને પગલે આગોતરા પગલા લેવા અને સુચારૂ આયોજન કરવાના ભાગરૂપે બેઠક યોજાઇ હતી.
ગત વર્ષ દરમિયાન વાયરલ એન્કેફેલાયટીસ વાયરસ (ચાંદીપુરા વાયરસ)ના કેસ જુલાઈ માસમાં જોવા મળ્યા હતા. જે અનુસંધાને મોરબી જિલ્લામાં ચાલુ વર્ષમાં આ રોગચાળો ન ફેલાય તે માટે કલેકટર મોરબીના માર્ગદર્શન અને સુચના મુજબ જિલ્લા વિકાસ અધિકારી મોરબીના અધ્યક્ષસ્થાને આરોગ્ય અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વાયરલ એન્કેફેલાયટીસ વાયરસ (ચાંદીપુરા વાયરસ) ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગને યોગ્ય કામગીરી કરવા અને લોકોને સાવચેતી રાખવા માટે જાગૃત કરવા જણાવવામાં આવ્યું હતુ.
આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે. શ્રીવાસ્તવ, તાલુકા આરોગ્ય અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.