મોરબી જીલ્લા પોલીસ દ્વારા મેડિકલ સ્ટોરમાં સરપ્રાઈઝ ચેકીંગ
મોરબી જિલ્લા વિસ્તારમાં શાળા/ કોલેજો તેમજ શૈક્ષણિક સંસ્થાઓની આજુબાજુ મેડીકલ સ્ટોરમાં પ્રિસ્ક્રિપ્સન વગરની દવાઓ કે જેનો ઉપયોગ નશો કરવા થતો હોય જે અંગે સરપ્રાઇઝ ચેકીંગ મોરબી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતુ.
મોરબી જિલ્લા વિસ્તારમાં આવેલ શાળા/કોલેજો તેમજ શૈક્ષણિક સંસ્થાઓની આજુબાજુ તેમજ શંકાસ્પદ મેડીકલ સ્ટોરમાં પ્રિસ્ક્રિપ્સન વગર ન વેચી શકાય તેવી દવાઓ કે જેનો ઉપયોગ નશો કરવા થતો હોય તે બાબતે મેડીકલ સ્ટોરમાં ચેકીંગ કરવા અને રેઇડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ તથા વાંકાનેર વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ પોલીસ સ્ટેશન તેમજ એલ.સી.બી/એસ.ઓ.જી. મળી કુલ-૨૨ ટીમો બનાવી મોરબી શહેર, વાંકાનેર, હળવદ, ટંકારા, માળીયા, મોરબી/વાંકાનેર તાલુકા વિસ્તારમાં આવેલ કુલ-૬૧ જેટલા મેડીકલ સ્ટોરમાં મોરબી પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ કરી મેડીકલ સ્ટોરના વેચાણ રજીસ્ટર, સ્ટોક રજીસ્ટર તેમજ પ્રિસ્ક્રિપ્સન વગર ન વેચી શકાય તેવી દવા બાબતે ચેકીંગ અંગેની કાર્યવાહી હાથધરવામાં આવેલ હતી.