મોરબી જિલ્લાના 38 ગામોમાં ‘નાણાકીય સમાવેશ અભિયાન’ અંતર્ગત કેમ્પ યોજાશે
ભારત સરકારે દેશના દરેક નાગરિકને નાણાકીય સેવાઓનો લાભ મળે તે હેતુસર ‘નાણાકીય સમાવેશન સંપૂર્ણતા અભિયાન’ શરૂ કર્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દેશના દરેક વ્યક્તિ, ખાસ કરીને ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને બેંકિંગ, વીમા અને નાણાકીય સેવાઓની પહોંચ સુનિશ્ચિત કરવાનો છે.
દરેક પરિવારને બેંક ખાતા સાથે જોડવા માટે વધુ ઝડપથી કામગીરી થાય, UPI અને મોબાઇલ બેંકિંગ જેવી સેવાઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ નાણાકીય સેવાઓનો વ્યાપ વધારવો અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને અટલ પેન્શન યોજના જેવી યોજનાઓ દ્વારા નાણાકીય સુરક્ષા પૂરી પાડવાના હેતુથી મોરબી જિલ્લામાં ગામડાઓ સુધી નાણાકીય સમાવેશ અભિયાન પહોંચાડવા વિવિધ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ કેમ્પના ભાગરૂપે આગામી ૨૮/૦૭/૨૦૨૫ ના રોજ હળવદ તાલુકાના જુના દેવળીયા, માળીયા તાલુકાના મેઘપર, મોરબી તાલુકાના ફડસર અને રંગપર, ટંકારા તાલુકાના મહેન્દ્રપુર તથા વાંકાનેર તાલુકાના જાલી અને વિનયગઢ/વિઠ્ઠલગઢ ખાતે, ૨૯/૦૭/૨૦૨૫ ના રોજ હળવદ તાલુકાના કડીયાણા, માળીયા તાલુકાના મોટાભેલા, મોરબી તાલુકાના ફાટસર અને રાપર, ટંકારા તાલુકાના મેઘપર (ઝાલા) તથા વાંકાનેર તાલુકાના જાલીડા અને વિઠ્ઠલપર ખાતે, ૩૦/૦૭/૨૦૨૫ ના રોજ હળવદ તાલુકાના કાવડિયા, માળિયા તાલુકાના મોટા દહીંસરા, મોરબી તાલુકાના ગાળા અને રવાપર (નદી), ટંકારા તાલુકાના મીતાણા તથા વાંકાનેર તાલુકાના જાલસીકા/વસુંધરા અને વાલાસણ ખાતે, ૩૧/૦૭/૨૦૨૫ ના રોજ હળવદ તાલુકાના કેદારીયા, માળીયા તાલુકાના મોટી બરાર, મોરબી તાલુકાના ગાંધીનગર અને રવાપરા, ટંકારા તાલુકાના મોટા ખીજડીયા તથા વાંકાનેર તાલુકાના જાંબુડીયા (ભાયાતી) ખાતેખાસ કેમ્પ યોજાશે.
૦૧/૦૮/૨૦૨૫ ના રોજ હળવદ તાલુકાના ખેતરડી, માળીયા તાલુકાના નાનાભેલા, મોરબી તાલુકાના ઘુનડા (સજનપર) અને સકત સનાળા, ટંકારા તાલુકાના નાના ખીજડીયા તથા વાંકાનેર તાલુકાના જાંબુડીયા (વીડી) ખાતે તેમજ ૦૨/૦૮/૨૦૨૫ ના રોજ હળવદ તાલુકાના ખોડ, માળીયા તાલુકાના નાના દહીંસરા, મોરબી તાલુકાના ઘુંટુ અને સનાળા (તળાવિયા), ટંકારા તાલુકાના નાના રામપર તથા વાંકાનેર તાલુકાના જામસર/નાગલપર ખાતે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં મુખ્ય પાંચ સેવાઓ એક જ સ્થળ પર આપવામાં આવશે. જે અન્વયે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તથા અટલ પેન્શન યોજના હેઠળ ગ્રામજનોને લાભ આપવા માટે નવા લાભાર્થીઓની નોંધણી કરાવવામાં આવશે. ઉપરાંત નવા જનધન ખાતા ખોલી આપવામાં આવશે અને બંધ થઈ ગયેલા જનધન ખાતા અન્વયે ઈ-કેવાયસી પણ કરી આપવામાં આવશે.