Friday, May 17, 2024

મોરબી જિલ્લામાં સો ટકા મતદાન અર્થે જિલ્લાના વિવિધ એસોસિએશન સાથે બેઠક યોજતા જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

વેપારી એસોસિએશનના સભ્યો, કર્મચારીઓ અને પરિવારજનો અવશ્ય મતદાન કરે તે માટે કલેક્ટર કે.બી. ઝવેરીએ અપીલ કરી

લોકસભાની ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત મોરબી જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લાના વિવિધ વેપારી એસોસિએશન સાથે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિવિધ એસોસિએશનના પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, સભ્યો તેમજ તેમની સાથે જોડાયેલા તમામ વેપારીઓ આવશ્ય મતદાન કરે તેમજ તેમના કર્મચારીઓ અને પરિવારજનોને પણ અવશ્ય મતદાન કરવા પ્રેરિત કરે તેવા હેતુ માટે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા કલેકટરએ તમામને જરૂરથી મતદાન કરવા જણાવ્યું હતું. દેશના વિકાસ અને લોકશાહી માટે મતદાન ખૂબ જરૂરી છે જેથી દરેક વ્યક્તિએ પોતાની નૈતિક ફરજ સમજી મતદાન કરવું જોઈએ. વધુમાં જણાવ્યું હતું કે, આપણો મોરબી જિલ્લો મતદાનમાં અવ્વલ આવે તે માટે આપણે સૌએ સાથે મળી પ્રયાસ કરવાના છે જેથી તમામ વેપારી એસોસિએશન તેમના સભ્યો કર્મચારીઓ અને પરિવારજનો સૌ મતદાન કરે તે માટે પણ હું સૌને અપીલ કરું છું.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળાએ જણાવ્યું હતું કે, મતદાનનું મહત્વ જોતા હું આપ સૌને અવશ્ય મતદાન કરવા લાગણીસભર વિનંતી કરું છું અને બેઠકનું સંચાલન કરતા જ્યાં સુધી તમારું અને તમારી સાથે જોડાયેલા કર્મચારીઓનું મતદાન ન થાય ત્યાં સુધી દુકાન બંધ રાખવા પણ વિનંતી કરું છું.

આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સાથે સ્વીપ નોડલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નમ્રતાબેન મહેતા તેમજ રિટેલ પાન, , સોના-ચાંદી, વાળંદ, મેડિકલ, હોટલ, મેટલ મર્ચન્ટ, અનાજ કરિયાણા, ગ્રેન માર્કેટ, કટલેરી, કાપડ, ડીલર ગ્રુપ, મરીન સોલ્ટ, દરજી, રેડિયો-ટેલિવિઝન, સાઉન્ડ, સ્ટેશનરી, બેકરી, કંદોઈ, બુટ-ચંપલ, તેલ,હોલસેલર, ઘડિયાળ, ઇલેક્ટ્રોનિક, ફોટોગ્રાફર, વકીલઓ, ડોક્ટર તેમજ રફાળેશ્વર જીઆઇડીસી સહિત વિવિધ એસોસિએશનના પ્રમુખ અને ઉપપ્રમુખ, સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર