મોરબી જિલ્લામાં નવા શિક્ષણ અધિકારી અને પ્રાથમિક શિક્ષણ અધિકારીની નિમણૂંક કરાઈ
રાજ્યની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના વર્ગ 2નાં અધિકારીઓને DEO -DPO તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. 57 જેટલા DEO, DPEOને પ્રમોશન મળ્યું છે. આ ઉપરાંત 3 જિલ્લા શિક્ષણાધિકારીઓની બદલી કરવામાં આવી છે ત્યારે મોરબીમાં પણ નવા શિક્ષણ અધિકારી અને પ્રાથમિક શિક્ષણ અધિકારી મુકાયા છે
મોરબી જિલ્લાના નવા શિક્ષણ અધિકારી તરીકે કમલેશકુમાર મોતા અને પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે નમ્રતા મહેતાની નિમણુંક કરવામાં આવી છે. તેમજ મોરબી જિલ્લાના બે આચાર્યને શિક્ષણ અધિકારીની બઢતી પણ આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના ૩ જિલ્લા શિક્ષણ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સાથે ૫૭ વર્ગ-૨ની કેડરના નાયબ જિલ્લા શિક્ષણ અધિકારીઓ અને આચાર્યોની બઢતી સાથે બદલીના ઓર્ડર કરાવામા આવ્યા છે. જેમાં રાજકોટની બાઈ સાહેબબા હાઈસ્કૂલના આચાર્ય નમ્રતા અનિલકુમાર મહેતાને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે અને કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગુંદીયાળી માધ્યમિક શાળાના આચાર્ય કમલેશકુમાર મોતીલાલ મોતાને મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવ્યા છે. તદ ઉપરાંત વાંકાનેર મોડેલ હાઈસ્કૂલના આચાર્ય નિલેશ રાણીપાને જિલ્લા શિક્ષણ અધિકારીની બઢતી સાથે રાજકોટમાં જ્યારે મોટી બરાર મોડેલ સ્કૂલના આચાર્ય ભરતકુમાર વિડજાને પણ શિક્ષણ અધિકારીના પ્રમોશન સાથે જામનગરમાં બદલી નિમણૂંક કરાઈ છે.