મોરબી જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ: વધુ ત્રણ કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું
મોરબી: મોરબી જીલ્લા કોંગ્રેસ પુર્વ પ્રમુખ જયંતિભાઇ જેરાજભાઈ પટેલના રાજીનામા બાદ આજે વધું ત્રણ કાર્યકર્તા અને હોદેદારોએ મોરબી જીલ્લા કોંગ્રેસના તમાંમ હોદાઓ પરથી રાજીનામું આપી દીધુ છે.
મોરબી જીલ્લા કોંગ્રેસમાંથી થોડા દિવસ પહેલા જયંતીભાઈ પટેલે મોરબી જીલ્લા કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યું હતું ત્યારબાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનો દોર શરૂ થયો છે અને એકબાદ એક રાજીનામું આપી રહ્યા છે ત્યારે આજે વધું સાત જેટલા કાર્યકર્તાઓ અને હોદેદારોએ મોરબી જીલ્લા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે ત્યારે હાલ મોરબી જીલ્લા કોંગ્રેસના નવા બનેલ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા આ તુટતી કોંગ્રેસને કેવી રીતે બચાવી શકશે તે જોવું રહ્યું. ત્યારે આજે મોરબી જીલ્લા કોંગ્રેસ પક્ષમા તમામ હોદાઓ પરથી રાજીખુશીથી અંગત કારણોસર વધુ ત્રણ કાર્યકર્તા હોદેદાર સતીષ બાબુલ વામજા ઉપપ્રમુખ માળીયા તાલુકા કોંગ્રેસ સમિતી, આશીષભાઇ હરખજીભાઈ સંધાણી, કારોબારી સભ્ય માળીયા તાલુકા કોંગ્રેસ સમિતી, તથા મહેશભાઈ નાથાલાલ કૈલા સેવાદળ પ્રમુખ માળીયા તાલુકા કોંગ્રેસ સમિતિમાંથી સ્વૈચ્છિક રાજીનામા આપ્યા છે.