Sunday, May 19, 2024

મોરબી જિલ્લામાં 889 મતદાન મથકો ઉપર અંદાજીત 4400 કર્મચારીઓ ફરજ નિભાવશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી જિલ્લામાં આવતીકાલે લોકસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જે અન્વયે જિલ્લાની વિધાનસભાની ત્રણેય બેઠકના ૮૮૯ જેટલા મતદાન મથક(બુથ) ઉપર ચૂંટણી કામગીરી કરનાર પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર સહિત અંદાજીત ૪૪૦૦ જેટલો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. આ કર્મચારીઓ આજરોજ જિલ્લાના ત્રણ ડીસ્પેચિંગ સેન્ટર પરથી મતદાન મથક(બુથ) પર સંપૂર્ણ તૈયારીઓ સાથે રવાના થયા હતા.

લોકસભા સામાન્ય ચૂંટણીના આગલા દિવસે મોરબી ખાતે ચૂંટણી સમયે મતદાન માટેની કામગીરી માટેના પોલિંગ સ્ટાફ અને પોલીસ સ્ટાફ, જે તે બુથ પર ઉપયોગમાં લેવાનાર મતદાન માટેના ઇ.વી.એમ અને વી.વી.પેટ મશીન લઈને રવાના થયો હતો. ઉપરાંત અન્ય જરૂરી સાહિત્ય સામગ્રી જેવી કે સરનામા ટેગ, પિંક પેપર સીલ, ખાસ ટેગ, ગ્રીન પેપર સીલ, મતદાર યાદી, વિશિષ્ટ દર્શક સિક્કો, મતદાર કાપલી, મતદાન વિસ્તારની સંખ્યા દર્શાવતી નોટિસ વગેરે સાહિત્ય લઈને તમામ ટીમો ચૂંટણી પંચની સુચના અનુસાર તેમને ફાળવેલ નિયત મતદાન મથક પર જરૂરી સુચનો અને માર્ગદર્શન સાથે રવાના થઈ હતી.

૬૫ – મોરબી વિધાન સભા મત વિસ્તારના ૨૯, ૬૬- ટંકારા વિધાનસભા મત વિસ્તારના ૩૭ અને ૬૭- વિધાન સભા મત વિસ્તારના ૩૭ આમ, કુલ ૧૦૩ કુલ ઝોનલ રુટનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૪૦૦ જેટલા સુરક્ષા કર્મીઓ અને CRPF ની ૬૫ HALF SECTION હથિયારી બુથ પર સુરક્ષામાં તેમજ ૮૩ બુથોના માઇક્રો ઑબ્ઝર્વર સ્થળ પર હાજર રહેશે.

પોલિંગ સ્ટાફ અને પોલીસ સ્ટાફને મતદાન મથક પર કરવાની થતી કામગીરી અંગે ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તાર તેમજ ૧-કચ્છ સંસદીય મત વિસ્તાર મદદનીશ ચૂંટણી અધિકારી સુશીલકુમાર પરમાર, ૬૬-ટંકારા વિધાનસભા મત વિસ્તાર તેમજ ૧૦ રાજકોટ સંસદીય મત વિસ્તાર મદદનીશ ચૂંટણી અધિકારી એસ.પી. દૂદખીયા, ૬૭- વાંકાનેર વિધાન સભા મત વિસ્તાર તેમજ ૧૦ રાજકોટ સંસદીય મત વિસ્તાર મદદનીશ ચૂંટણી અધિકારી સિધ્ધાર્થ ગઢવી દ્વારા ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર વિવિધ સુચનાઓ આપવામાં આવી હતી. ચૂંટણીના મહાપર્વની પૂર્વ તૈયારી માટે તમામ કર્મચારીઓ પણ સજ્જ બની તેમને ફાળવેલા મતદાન મથક તરફ જવા રવાના થયા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર