Sunday, May 19, 2024

હિટ વેવને ધ્યાનમાં રાખી મતદાન મથકના 239 લોકેશન પર કરવામાં આવી વ્યવસ્થા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી : આવતીકાલે મંગળવારના રોજ લોકસભાની ચૂંટણીને છે ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં હીટ વેવને ધ્યાનમાં રાખીને મતદાન મથકો પર ૬૫- મોરબીના ૬૦ લોકેશન, ૬૬- ટંકારાના ૬૫ લોકેશન તથા ૬૭- વાંકાનેરના ૧૧૪ લોકેશન મળી કુલ-૨૩૯ લોકેશન ઉપર મતદાન મથકના બહારના ભાગે મંડપની વ્યવસ્થા કરવામાં આવશે.

હાલ ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે હીટ વેવને ધ્યાનમાં રાખી મતદાન મથકો ઉપર મતદોરો ગરમીથી રાહત મળે તેવા ઉદ્દેશથી મતદાન મથકો ૬૫- મોરબીના ૬૦ લોકેશન, ૬૬- ટંકારાના ૬૫ લોકેશન તથા ૬૭- વાંકાનેરના ૧૧૪ લોકેશન મળી કુલ-૨૩૯ લોકેશન ઉપર મતદાન મથકના બહારના ભાગે મંડપની વ્યવસ્થા કરવામાં આવશે.

જેમ કે એમ્બ્યુલન્સ, મેડીકલ કીટ (ચક્કરની દવા, તાવની દવા, ફર્સ્ટ એડ કીટ, ORS) આશા વર્કરની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તથા વૃધ્ધ, સગર્ભા તથા દિવ્યાંગ મતદારોને મતદાન માટે પ્રાથમિકતા આપવામાં આવશે તથા પુરતું પીવાનું ઠંડું શુધ્ધ પાણી, છાયડો, રેસ્ટરૂમની સુવિધા, મોરબી સીટી, ટંકારા, વાંકાનેર સગર્ભા મહિલા મતદારો માટે મતદાન મથકે પહોંચાડવા માટે જરૂરીયાત મુજબ ખિલખીલાટ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવશે તેમજ ક્યુ મેનેજમેન્ટ દ્વારા મહિલા અને પુરુષ મતદારોની અલગ લાઈન રાખવામાં આવેલ છે. કલ્સ્ટર મુજબ PHC કેન્દ્રની કુલ-૨૧ એમ્બ્યુલન્સ તથા ૧૦૮ એમ્બ્યુલન્સ કુલ-૧૧ એમ કુલ-૩૨ની વ્યવસ્થા કરવામાં આવેલ છે. અને દરેક મતદાન મથકના સ્થળ પર આશા/પેરામેડીક રાખવામાં આવશે.

અન્ય વ્યવસ્થાઓ જેવી કે ઇનસાઈડ :- વધારાનો સ્ટાફ આઈડેન્ટીફાઈ કરેલ છે તથા ૬૫-મોરબીમાં ૫૪, ૬૬-ટંકારામાં ૧૨ અને ૬૭-વાંકાનેરમાં ૪૭ મળી કુલ-૧૧૩ વધારાનો સ્ટાફ આઈડેન્ટીફાઈ કરેલ છે. અને આઉટસાઈડ: ક્યુ મેનેજમેન્ટ દ્વારા મહિલા અને પુરુષ મતદારોની અલગ લાઈન રાખવામાં આવેલ છે. અને વૃધ્ધ, સગર્ભા તેમજ દિવ્યાંગ મતદારોને મતદાન માટે પ્રાથમિકતા આપવામાં આવશે તથા ૫ &૪ કે તેથા વધુ PS ધરાવતા PSL પર color coding ની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર