મોરબી જીલ્લાની ત્રણ વિધાનસભા બેઠક પર 1 વાગ્યા સુધીમાં સરેરાશ 39.64 ટકા મતદાન
મોરબી : મોરબી જિલ્લા વિધાનસભા મત વિભાગ ૬૫ મોરબી ,૬૬ ટંકારા, ૬૭ વાંકાનેરમાં લોકો સવારથી ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે, ત્યારે અગિયાર વાગ્યા સુધીમાં કુલ 39.64% જેટલું મતદાન નોંધાયું છે.
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત ત્રીજા તબક્કામાં મોરબી જિલ્લાનાં નાગરિકો તેમનાં મતાધિકારનો ઉપયોગ કરી લોકતંત્રને ધબકતું રાખવા પોતાનો પવિત્ર મત આપી રહ્યાં છે. વહેલી સવારથી જ મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ થયો છે. ત્યારે ૬૫-મોરબીમા 35.73 ટકા , ૬૬-ટંકારામા 43.36 ટકા તથા ૬૭ વાંકાનેરમા 40.34 ટકા સવારથી એક વાગ્યા સુધીમાં મતદાન થયું છે. મતદાન માટે બુથ પર ખૂબ મોટી લાઈન જોવા મળી રહી છે. કુલ મતદાન 39.64 ટકા થયું છે.