મોરબી: મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જિલ્લામાં ફરજ બજાવતા 92 પોલીસ કર્મચારીઓની આંતરીક બદલી કરાઈ છે. જેને પગલે પોલીસ બેડામાં મોટાપાયે ફેરફાર થયા છે.
લોકસભાની ચૂંટણી દરમિયાન આચારસહિંતાનો અમલ કરવાનો હોય છે. ત્યારે આચારસહિંતા પુરી થતા જ બદલીનો દોર ફરી શરૂ થયો છે ત્યારે મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જિલ્લામાં ફરજ બજાવતા 92 પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરાઈ છે.
