મોરબી જિલ્લામાં ત્રણ દિવસમાં બીજી હત્યા: પોલીસની કામગરી પર ઉઠ્યા સવાલ
બે દિવસ પહેલા થયેલી હત્યાના આરોપી હજુ પકડાયા નથી ત્યાં આજે વધુ એક હત્યા
મોરબી: મોરબીમા પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઇ રહ્યા છે જેમાં મોરબીમાં ત્રણ દિવસમાં બે હત્યાના બનાવ સામે આવ્યા છે જેમ કે એક હત્યાનો બનાવ માળિયાના રોહીશાળા ગામે પ્રકાશમાં આવ્યો હતો ત્યારે બીજો બનાવ મોરબીના ખોખરા હનુમાન નજીક વધુ એક યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં કોઈ કારણોસર યુવકની હત્યા કરવામાં આવી.
મળતી માહિતી મુજબ મોરબી જિલ્લામા પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઇ રહ્યા મોરબી પોલીસ ચોરી લૂંટફાટ તેમજ દારૂ બંધીને નાથવામાં તો ક્યાંક નિષ્ફળ રહી જ છે ત્યારે હવે હત્યાના બનાવમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે જેમ કે બે દિવસ પહેલા જ મોડી રાત્રે માળિયા(મી) તાલુકાના રોહીશાળા ગામે મજુર દંપતી દ્વારા એક ખેડૂતની હત્યા નિપજાવી હતી જેના આરોપી હજું સુધી પકડાયા નથી ત્યારે ત્રણ દિવસમા બીજો હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં આજે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના ખોખરા હનુમાન નજીક સીરામીક કારખાનામાં રહેતા અને મજુરી કરતા અમરશી નારાયણ સરકાર (ઉ.વ.૨૩) નામનો યુવક વહેલી સવારે કુદરતી હાજતે ગયો હોય ત્યારે કોઈ કારણોસર હત્યા કરવામાં આવી હતી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ આગળની તપાસ હાથ ધરી છે. ત્યારે મોરબીમાં આ હત્યાનો સિલસિલો ક્યારે અટકશે તે જોવું રહ્યું શું મોરબી જીલ્લા પોલીસ આગળ કડક કાર્યવાહી હાથ ધરી આવા દિન દહાડે બનાતા હત્યા ના બનાવ અટકાવી શકશે કે નહીં તે જોવું રહ્યું