જિલ્લા કલેકટર જે.બી. પટેલ દ્વારા જાહેરનામું બહાર પડાયું
મોરબી જિલ્લાના જિલ્લા મેજીસ્ટ્રેટ જે.બી. પટેલ દ્વારા જિલ્લાના ૮૮ પ્રતિબંધિત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ સક્ષમ અધિકારીની પરવાનગી વગર ડ્રોન કે રીમોટથી કન્ટ્રોલ કરતા એરીઅલ મિસાઈલ કે પેરાગ્લાઈડર રીમોટ કન્ટ્રોલ, માઈક્રો લાઈટ એરક્રાફટ ચલાવાની મનાઈ ફરમાવેલ છે.
આ ૮૮ પ્રતિબંધિત વિસ્તાર પૈકી નવલખી પોર્ટ, મચ્છુ ડેમ-૧ અને ૨, નવલખી દરીયાઈ વિસ્તારના આઈસલેન્ડના ૨ કિ.મી. ના વિસ્તારમાં, મોરબી સબજેલમાં ૨૫૦ મીટર વિસ્તારમાં, આઈ.ઓ.સી. પાઈપ લાઈન, ક્રેઈન ઈન્ડિયા પ્રા. લી. કંપની, વાછકપર, ભારત ઓમાન રિફાઈનરી પાઈપલાઈન જોધપરથી કાશીપર, ગેઈલ ઈન્ડિયા પ્રા.લી. ગેસ પાઈપ લાઈન કુતાસી થી હરીપર, જિલ્લામાંથી પસાર થતી ગેસ ઓઈલની પાઈપ લાઈન ડિસ્ટ્રીક કોર્ટ, કલેકટર ઓફિસ, એસ.પી. ઓફિસ, પોલીસ હેડ ક્વાટર્સ, ટેલીફોન એક્સચેન્જ, એસ.બી.આઈ. બેંક, પરા બજાર મોરબી, બસ સ્ટેશન, સિવિલ હોસ્પીટલ, નવલખી દરિયાઈ વિસ્તાર, જૂના અંજીયાસર ફીસીંગ પોઈટ તેમજ જિલ્લામાં આવેલ ૬૬ કે.વી. વીજ સબ સ્ટેશનોના ૧૦૦ મીટરનાં વિસ્તારમાં, મયુર બ્રિજ, રેલ્વે સ્ટેશન વાંકાનેર, રેલ્વે સ્ટેશન સહિત મોરબી જિલ્લાના ૮૮ પ્રતિબંધિત વિસ્તારમાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર ડ્રોન કે રીમોટથી કન્ટ્રોલ કરતા એરીઅલ મિસાઈલ કે પેરાગ્લાઈડર રીમોટ કન્ટ્રોલ, માઈક્રો લાઈટ એરક્રાફટ ચલાવાની મનાઈ ફરમાવેલ છે. આ જાહેરનામું તા.૨૭/૧૦/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.
મોરબીના લગ્ધીરપુર રોડ પર આવેલ હોલીસ વિટ્રીફાઇડ કારખાનાના ગેટ પાસે કોઈ અજાણ્યા ચોર ઈસમે ટ્રકની ટાંકીમાંથી આશરે ૧૪૦ લીટર ડીઝલ જેની કિંમત રૂપિયા ૧૩૦૦૦ નું ડીઝલ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ રાજસ્થાન રહેતા અને ડ્રાઈવીંગ કરતા જીતેન્દ્રસિંગ લાદુસિંગ રાજપૂત (ઉ.વ.૪૮)...
હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાં થયેલ કેબલ વાયર ચોરીના ગુનામાં વધુ સાત આરોપીઓ હળવદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.
હળવદ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ કવાડીયા ગામની સીમમાં થયેલ કોપર કેબલ ચોરીના ગુનાના પકડવાના બાકી રહેલ આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન વધુ સાત આરોપીઓ પ્રતાપભાઇ ઉર્ફે પી.ડી. દાનુભાઇ...
મોરબી શહેરમાં વોર્ડ નંબર- 2માં આવેલ લાઈન્સ નગર મુખ્ય માર્ગ તેમજ ગોર ખીજડીયા માર્ગ તરીકે ઓળખાય છે તે બને માર્ગો ને આઇકોનિક રોડ (Iconic Road) તરીકે ફાણવણી કરવા જાગૃત નાગરિક પ્રવીણકુમાર શુકલએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખીત રજુઆત કરી માંગ કરી છે
રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી શહેરના સૌંદર્યવર્ધન અને સુવિધાસભર...