મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસ અગ્રણી કિશોર ચિખલીયાની ઘર વાપસી: આવતીકાલે કોંગ્રેસનો ખેસ ધારણ કરશે
મોરબી: રાજ્યભરમાં ટુંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ઘણા બધા નેતાઓ પક્ષ પલટો કરતા જોવા મળે છે ત્યારે વિધાનસભાની પેટા ચૂંટણી પહેલાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના અગ્રણી કિશોરભાઈ ચિખલીયા ફરી ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાય ઘર વાપસી કરશે તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્ય છે કિશોરભાઈ ચિખલીયા તેમના સમર્થકો સાથે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે જોડાશે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે.
વિધાનસભાની ૨૦૨૦ ની ચુંટણીમાં પ્રબળ દાવેદાર મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસ અગ્રણી કિશોરભાઈ ચિખલીયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં પ્રબળ દાવેદાર હોવા છતાં ટીકીટ ન મળતાં હાઇકમાન્ડથી નારાજ થઈ કોંગ્રેસનો ખેસ ઉતરી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. હવે વિધાનસભાની ચૂંટણી ટુંક સમયમાં યોજાવાની છે ત્યારે કિશોરભાઈ ઘરવાપસી કરી રહ્યા હોય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે કોંગ્રેસ અગ્રણી કિશોર ચીખલિયા આવતીકાલે મંગળવારે તેમના સમર્થકો સાથે કોંગ્રેસના અમદાવાદ ખાતેના કાર્યાલય જઈ ફરી કોંગ્રેસનો ખેસ ધારણ કરશે અને કિશોર ચીખલીયા આગામી વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રબળ દાવેદાર બની શકે છે ત્યારે કિશોરભાઈ કોંગ્રેસમાં જોડાતા પહેલા ૧૦૦ જેટલા વાહનના કાફલા સાથે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પહોચી પ્રદેશ કોંગ્રેસ સમક્ષ શક્તિ પ્રદર્શન પણ કરી શકે છે. કિશોર ચીખલીયા માળિયા તાલુકામાં સારું એવું વર્ચસ્વ ધરાવે છે અને જો કોંગ્રેસમાં જોડાશે તો માળિયા તાલુકામાં ફરી એકવાર કોંગ્રેસ મજબુત બનશે અને આગામી વિધાનસભા ચુંટણીમાં ભાજપને મહત્વની ટક્કર આપે તેવુ લાગી રહ્યુ છે.