મોરબી: એચ. એલ સોમાણી ફાઉન્ડેશન અને હેલ્પએજ ઇન્ડિયા દ્વારા વાંકાનેરના સરતાનપર અને વઘાસિયા તથા મોરબી તાલુકાના સિરામિકસિટી, ભડિયાદ, જવાહરનગર, જાંબુડિયા, લાલપર, મકનસર, પ્રેમજી નગર, પાનેલી, લઘધિરપુર, ઉચી માંડલ, નીચી માંડલ, ઘૂટુ, પીપળી, બેલા અને રંગપર ગામમાં 380 આરોગ્ય અને સ્વચ્છતા કિટોનું વિતરણ કરવામાં આવ્યું.જેમાં 55 વર્ષ થી વધુ વયના વડીલોના સ્વાસ્થ્ય વિશે જાગૃત લાવવાના હેતુ થી કરવામાં આવ્યું હતું, જેઓ આર્થિક રીતે તેમની જરૂરિયાતો ને પહોંચી વળવા અને તેમના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે સક્ષમ નથી.
આ કાર્યને સફળ બનાવવા એચ. એલ સોમાણી માંથી અશ્વિની કુમારમની, રામોતર સિંઘ, જયંતિ પનારા, દેવેન્દ્ર વાઘ, સુરેશ કોરિયા તથા હેલ્પ એજ ઇન્ડિયા મોરબી મોબાઇલ હેલ્થવેન સ્ટાફ અને દરેક સરપંચ, આશાવર્કર, ગામના આગેવાનો ના સહયોગથી આ કાર્યક્રમ સુંદર રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો.
માળિયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં પરિણીતા મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ સોનલબેન અરવિંદભાઇ મોરવાડીયા (ઉ.વ.૩૨) રહે. વવાણીયા વાળા પોતાના ઘરે કોઈપણ કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઇ જતા મહિલાનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે માળિયા મીયાણા તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ...
મોરબી શહેરમાં દિવસે ને દિવસે દારૂની હેરાફેરી વધતી જઈ રહી છે ત્યારે મોરબીના શનાળા રોડ ઉપર જીઆઈડીસી શેરી નં -૦૨ મા આરોપીના કબ્જા ભોગવટા વાળી કારમાંથી વિદેશી દારૂ બીયરના જથ્થા સાથે એક ઈસમને સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા...