મોરબી: એચ. એલ સોમાણી ફાઉન્ડેશન અને હેલ્પએજ ઇન્ડિયા દ્વારા વાંકાનેરના સરતાનપર અને વઘાસિયા તથા મોરબી તાલુકાના સિરામિકસિટી, ભડિયાદ, જવાહરનગર, જાંબુડિયા, લાલપર, મકનસર, પ્રેમજી નગર, પાનેલી, લઘધિરપુર, ઉચી માંડલ, નીચી માંડલ, ઘૂટુ, પીપળી, બેલા અને રંગપર ગામમાં 380 આરોગ્ય અને સ્વચ્છતા કિટોનું વિતરણ કરવામાં આવ્યું.જેમાં 55 વર્ષ થી વધુ વયના વડીલોના સ્વાસ્થ્ય વિશે જાગૃત લાવવાના હેતુ થી કરવામાં આવ્યું હતું, જેઓ આર્થિક રીતે તેમની જરૂરિયાતો ને પહોંચી વળવા અને તેમના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે સક્ષમ નથી.
આ કાર્યને સફળ બનાવવા એચ. એલ સોમાણી માંથી અશ્વિની કુમારમની, રામોતર સિંઘ, જયંતિ પનારા, દેવેન્દ્ર વાઘ, સુરેશ કોરિયા તથા હેલ્પ એજ ઇન્ડિયા મોરબી મોબાઇલ હેલ્થવેન સ્ટાફ અને દરેક સરપંચ, આશાવર્કર, ગામના આગેવાનો ના સહયોગથી આ કાર્યક્રમ સુંદર રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો.
બિલાસપુર થી પત્રકાર સુરક્ષા કાનૂન માટેના રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆત કરવામાં આવી
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નું સાતમું રાષ્ટ્રીય અધિવેશન સંપન્ન : વીસ થી વધુ રાજ્યોના 800 જેટલા પત્રકારોની ઉપસ્થિતિ
ગાંધીનગર : દેશનાં સૌથી મોટા રજિસ્ટર્ડ પત્રકાર સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નું છતીસગઢ ની ન્યાયધાની બિલાસપુર માં સાતમું રાષ્ટ્રીય...
અત્યાર સુધી ના ૫૦ કેમ્પમાં કુલ ૧૪૦૯૮ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું.
સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ- મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે...
વિચરતી વિમુક્ત જાતિ સમુદાયની શીબીર ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય NT-DNT બોર્ડ સભ્ય ભરતભાઈ પટણી રાજકોટની મુલાકાતે આવેલા તેમજ NT-DNT સમુદાય ના આગેવાનોની મિટિંગ રાજકોટ સર્કિટ હાઉસના હૉલમાં યોજવામાં આવેલી હતી. જેમાં રાજકોટ શહેર તથા રાજકોટ જિલ્લા, મોરબી જીલ્લાના વિચરતી વિમુક્ત જાતિઓના આગેવાનો તથા કાર્યકરો હાજર રહેલા...