મોરબી: મોરબી સબ જેલ ખાતે જેલમાં બંદીવાન કેદી ભાઈઓ માટે જનરલ બીમારી તેમજ ચામડીના રોગના નિષ્ણાત તબીબો દ્વારા નિદાન સારવારના મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.
મળતી માહિતી મુજબ આજે તા.૧૪-૧૨-૨૦૨૩ ને ગુરૂવારના રોજ મોરબી સીવીલ હોસ્પિટલના સહયોગથી મોરબી સબ જેલ, ખાતે જેલમાં રહેલ બંદીવાન કેદી ભાઈઓ માટે જનરલ બીમારી તેમજ ચામડીના રોગના નિષ્ણાત તબીબો દ્વારા નિદાન સારવાર માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ મેડિકલ કેમ્પને સફળ બનાવવા જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ તેમજ જેલર, પી.એમ.ચાવડા, અને જેલ સ્ટાફે ભારે જેહમત ઉઠાવી હતી.
બાળકોનાં ઉજ્જવલ ભવિષ્યને ધ્યાનમાં લઈ નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સના વિધાર્થીઓ માટે “ધોરણ 12 પછી શું?” એ વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના Dr ધવલ વ્યાસ સર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. જેમણે ધોરણ 12 પછીના વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે...