મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા આયોજીત શરદપુનમ રાસ ગરબા મહોત્સવ ૨૦૨૪ નું આયોજન તા ૧૯ ૧૦ ને શનિવારે રાત્રે ૮ થી ૧૨ સાઈબાગ ગ્રાઉન્ડ ઉમા ટાઉનશીપ સામે મોરબી ૨ ખાતે રાખવામાં આવ્યું છે.
આ રાસ ગરબા મહોત્સવ માં મોરબી ગોસ્વામી સમાજ નું ગૌરવ એવા જાણીતા ભજનિક કલાકાર રીટા ગોસ્વામી ગ્રુપ ઓર્કેસ્ટ્રા ટિમ રાસ ગરબાની રમઝટ બોલાવશે આ રાસ ગરબા મહોત્સવ માં મોરબી સીટી તાલુકા ના ગામડાઓ માં રહેતા તમામ ગોસ્વામી સમાજ પરિવારો ને પધારવા આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે વધુ માં આ કાર્યક્રમ માં ટ્રેડીશનલ ડ્રેસ માં જે આવશે તેને ઇનામ આપવામાં આવશે આ કાર્યક્રમ ને સફળ બનાવવા યુવક મંડળ ના પ્રમુખ તેજશગીરી, બળદેવગીરી, અમિતગીરી, નિતેષગીરી, હાર્દિકગીરી, દેવેન્દ્રગીરી, પ્રકાશગીરી સહિત સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
જો તમે મોરબી કે તેની આસપાસ વિલા કે ફાર્મ હાઉસ બનાવવા માગતા હોય અને બેસ્ટ લોકેશન શોધી રહ્યા હોય તો હવે તમારે લોકેશન શોધવાની જરૂર નથી કેમકે મોરબી જીલ્લાના અતી વિકસીત એવા ચાંચાપર ગામ પાસે અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ બાલાજી હોમ્સમા "વિલા" તથા "ફાર્મ હાઉસ" બનાવવાનું સુંદર પ્લોટીંગ આવી...
મોરબી શહેરમાં ભૂંભરની વાડી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે પાણી, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ, રોડ-રસ્તાઓ, સફાઈ, ઘરવેરો તેમજ અન્ય પ્રશ્નો બાબતે રહિશો દ્વારા મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર પાઠવી ઝડપથી તમાંમ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ કરવામા આવી છે.
આવેદનપત્રમા રહિશો દ્વારા જણાવવામાં આવ્યું છે કે મોરબી શહેરના ગીતા ઓઇલ...