મોરબી: મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસનાં ફાયર સ્ટાફ દ્વારા ફાયર સેફટી જાગૃતિ હેતુસર મોરબીની બ્લોસ્સમ પ્રાઇમરી સ્કૂલ રવાપર ઘુંનડા રોડ, સયાજી હોટલ સ્ટાફ લાલપુર, સ્માઈલ કીડ્સ પ્લે હાઉસ મુનનગર, સત્વ ડેકોર એલએલપી કંપનીમાં રવાપર નદી રોડ, સમર્પણ લેમીનેટ કંપનીમાં રાજપર રોડ, ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસ વિદ્યાલય કલ્યાણગામ, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ શ્રી કંકેશ્વરી દેવી ખોખરા હનુમાન, વાંકાનેર સિવિલ હોસ્પિટલ સ્ટાફ, પોલીસ હેડ ક્વાર્ટર મકનસર સ્ટુડન્ટ પોલીસ કેડેટ જુનિયર તથા સિનિયર, વાંકાનેર ટોલ પ્લાઝા, સમર્પણ હોસ્પિટલ મહેન્દ્રનગર ચોકડી, કલ્બ 36 સ્ટાફ લજાઈ, તાલુકા શાળા નંબર- 1 મણી મંદિર પાસે, આંબાવાડી તાલુકા શાળા ઉમિયા સર્કલ પાસે ગીતાસ્કૂલની સામે સહિત ટોટલ ૧૩૬૩ + હોટલ સ્ટાફ, હોસ્પિટલ સ્ટાફ, વિદ્યાર્થીઓ અને સ્કૂલના શિક્ષક સ્ટાફને ફાયર ડેમોન્સટ્રેશન અને ટ્રેનિંગ સ્કુલ પર જઇને આપવામાં આવી હતી.
જ્યારે આ ખાસ ટ્રેનીંગમાં લાઈફ જેકેટ અને લાઈફ રીંગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું જેમ કે વડોદરા જે હરણી તળાવમાં બાળકો ડૂબીજવાની ઘટના બનેલ જો તેમાં બધાં વિદ્યાર્થીઓને લાઈફ જેકેટ પહેરાવેલ હોત તો બધાં બાળકોનો જીવ બચી ગયા હોત.
તેમજ આગ લાગવાના કારણો, આગના પ્રકારો, કેવા કેવા પ્રકારની આગ લાગી શકે ? આગથી કેવી રીતે બચી શકાય ? આગની સામે કેમ રક્ષણ મેળવી શકાય, આગ કે અન્ય અકસ્માતમાં ફસાઈ જાય તો પોતાનો સ્વ બચાવ કેવી રીતે કરવો અને અન્યને પણ બચાવીને બહાર કેવી રીતે કાઢવા તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ Fire extinguisher (અગ્નિશામક યંત્ર) નો ઉપયોગ કેવી રીતે કરવો તે પદ્ધતિસર સમજાવ્યું. ત્યારબાદ અગ્નિશામક યંત્રના ઉપયોગનો લાઈવ ડેમો રાખવામાં આવ્યો હતો. મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ કેવી કેવી કામગીરી કરે છે અને કોઈ પણ પ્રકારની આગ લાગે ત્યારે અને રેસ્ક્યુ વખતે ઈમરજન્સી કોન્ટેક્ટ ૧૦૧ નંબર પર ફોન કરીને ફાયર સ્ટેશનનો સંપર્ક કરી શકાય છે. તે જણાવ્યું હતું.
ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ શૈક્ષણિક સંકુલ, સોસાયટી, હોસ્પિટલ કે બહુમાળી ઈમારતો માં આવા ફાયર સેફટી જાગૃતિના હેતુસર ફ્રી (નિશુલ્ક) લાઈવ ડેમો અને ટ્રેનિંગ માટે મોરબી જિલ્લા સ્ટેશન ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા મોં – ૯૯૭૯૦ ૨૭૫૨૦& લીડિંગ ફાયરમેન જયેશ ડાકી મોં- ૯૭૩૭૪ ૦૩૫૧૪ તેમજ ફાયર સ્ટેશનનો સંપર્ક કરવો.
તમારા વિસ્તારમાં તમારા સાંસદ ક્યારે આવ્યા ?
સાંસદની ચૂંટણી વખતે શેરીએ ગલીએ મતની ભીખ માંગતા મોરબી કચ્છ ના સાંસદ વિનોદ ચાવડા જોવા મળતા હતા પરંતુ ત્યાર બાદ જાણે મોરબી તેમનો મતવિસ્તાર ના હોય તેવું લાગી રહ્યું છે. કચ્છ મોરબી લોકસભામાં સૌથી સારી લીડ મોરબી થી જ વિનોદ ચાવડાને આપી હતી....
મોરબીના વીસીપરા વીસીનગર વિજયનગર રોડ શેરી નં -૦૨ માં આવેલ આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૬૦ બોટલ કિં રૂ. ૮૪૦૦૦ નો મુદામાલ મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પોલીસ...