Thursday, May 22, 2025

મોરબી તેમજ જુનગઢનાવાળાને કાર આપવાનું કહી મહેસાણાના શખ્સે 8 લાખથી વધુની છેતરપિંડી કરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના કાર લે વેચના વેપારી હિરેનભાઇ શાંતિલાલ ચૌહાણ તેમજ દીવ્યાંગભાઈ વિનોદભાઈ ચુડાસમા રહે જુનગઢવાળાને મહેસાણાના શખ્સે બલેનો તેમજ સ્વીફ્ટ કાર આપવાનું કહી કુલ ૮,૯૦,૦૦૦ નું આંગળીયુ કરાવી વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી હોવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ શક્તિ ટાઉનશિપની સામે અમુલ બી-૬૦૨મા રહેતા હિરેનભાઇ શાંતિલાલ ચૌહાણ (ઉ.વ.૪૭) એ આરોપી પીયુષભાઈ મહેશભાઈ પટેલ રહે. મારુતિ નંદન બંગ્લોઝ કાંસા એન.એ. વિસનગર મહેસાણાવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૧-૦૭-૨૦૨૩ ના રોજ સાંજના આશરે ચારેક થી સાડા ચાર વાગ્યાના અરસામાં આરોપી એ બલેનો કાર આપવાનું કહી વિશ્વાસમાં લઇ રૂપીયા ૩, ૯૫,૦૦૦/- નું પી.એમ. આંગળીયા મોરબી મારફ્તે આંગળીયું કરાવી વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરેલ, અને આ કામના સાહેદ – દીવ્યાંગભાઇ વિનોદભાઇ ચુડાસમા રહે જુનાગઢવાળાને આરોપી એ મારૂતી સુઝુકી સ્વીફ્ટ કાર આપવાનું કહી વિશ્વાસમાં લઇ રૂપીયા ૪,૯૫,૦૦૦/- નૂ પી.એમ. આંગળીયા જુનાગઢથી આંગળીયું કરાવી વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરેલ આમ ફરીયાદી તથા સાહેદ બન્નેને આ કામના આરોપીએ કાર આપવાનું કહી વિશ્વાસમાં લઇ કુલ રકમ ૮,૯૦,૦૦૦/- ની છેતરપીંડી કરી હોવાની ભોગ બનનાર હિરેનભાઇએ આરોપી પીયુષભાઈ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૪૦૬, ૪૨૦, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર