Thursday, August 7, 2025

મોરબી જીલ્લા કલેકટર કચેરીમાં ચાલતી લાલીયાવાડી બાબતે મુખ્યમંત્રીને રાવ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જીલ્લા કલેકટર ઓફિસનુ તંત્ર ખાડે ગયું છે કલેકટર દ્વારા અરજદારોને સાંભળવામાં નથી આવતા તથા સાહેબ મીટીંગમા છે તેમજ અરજદારોને સાંભળીયા વગર અધિક કલેક્ટર પાસે મોકલી દેવામાં આવે છે. જેથી દુરથી આવતા અરજદારોને ધક્કા ખાવા પડી રહ્ય છે જેથી આ બાબતે યોગ્ય કરવા પૂર્વ સલાહકાર અને નાગરિક પુરવઠાના પી.પી. જોષીએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.

રજુઆતમાં જણાવ્યું છે કે છેલ્લા એકાદવર્ષ થી મોરબી જીલ્લા કલેકટર ઓફીસનું તંત્ર ખાડે ગયેલ છે અરજદારોને સોમવાર તથા મંગળવારે આવવાનું કહે છે અને તેજ દિવસે કલેકટર પાસે કેશ ચાલતા હોય અરજદારને મોડે સુધી બેસી રહેવુ પડે છે અને અરજદાર હળવદ, માળીયા, વાંકાનેર અને ટંકારા થી આવે છે અને ખોટા ધકકા થાય છે અરજદાર કોઈ કલેકટર પાસે રજુઆત કરવા આવે તો તેને સીધો સાંભળયા વગર અધિક કલેકટર પાસે મોકલી દેવામા આવે છે જે વ્યાજબી નથી અને અધિક કલેકટર પાસે રજુઆત કરવા જાય ત્યારે અરજદારને એવો જવાબ આપવામા આવે છે કે આવુ વધુ ચાલ્યા કરે જે લોકશાહીનું ખંડન કર્યા બરાબર જવાબો મળે છે અને અમુક લાગતા વળગતા કર્મચારી જે પોતાની સેવા કરે અને વાહ વાહ કરે તે ને સારી જગ્યા ઉપર રાખવામાં આવે છે અરજદારો દુરથી જયારે રજુઆત કરવા આવે ત્યારે તેને સાહેબ વીસીમા છે સાહેબ મીટીંગમાં છે સાહેબ આજે નહી મળી શકે આવા જવાબો આપવામાં આવે છે જો કોઈ મહાન વ્યકિત આવે તો તેના પ્રશ્નો ઘણાજ હલ થઈ જાય છે જયારે નાના અને ગરીબ વર્ગને કોઈ સાંભળતુ નથી જેથી મોરબી જીલ્લા કલેકટર કચેરીમા અધિકારીનુ રાજ ચાલે છે તેવુ અગાઉ પણ ઘણા પેપરમાં પ્રસિધ્ધથ થયેલ છે જેથી મોરબીની ગરીબ પ્રજા ત્રાહીમામ પોકારી ગયેલ છે ગુજરાતની પ્રજાએ ભાજપને સ્પટ બહુમતી આપેલ છે પરંતુ આવા અધિકારીની અનઆવડત કે બેદરકારીને કારણે આગામી સતાવીસની ચુંટણીમાં આની અસર થઈ શકે છે તેમા કોઈ શંકાને સ્થાન નથી જો આ બાબતમા તાત્કાલીક ધ્યાન આપવામાં નહી આવે આગામી મોરબી મહાનગરપાલીકાની ચુંટણીમા અસર થવાની પુરી શકયતા છે જેથી આવી જગ્યા ઉપર આઉટ સ્ટેટના અધિકારી મુકવામાં આવે તે જરૂરી છે. જેથી પ્રજાને સાંભળે અને તેના પ્રશ્નોના નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર