Thursday, August 28, 2025

મોરબી ગ્રામ્ય શિક્ષક શરાફી મંડળીના પ્રમુખ પદે ભાવેશ પારેજીયા અને ઉપપ્રમુખ પદે ધર્મેન્દ્ર કાવઠિયાની વરણી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી “વિના સહકાર નહીં ઉધ્ધાર”સહકાર અને સહકારીતા થકી જ સૌ એકબીજાના વિકાસના પૂરક બની રહીએ છીએ ત્યારે.. મોરબી ગ્રામ્ય શિક્ષક શરાફી મંડળીની તાજેતરમાં ચૂંટણી યોજાયેલ.આ ચૂંટણીમાં સહકાર પેનલનો ઝળહળતો વિજય થયેલ જેમાં નવા કારોબારી સભ્યો ચૂંટાઈ આવતા આજ રોજ ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને મંડળીની ખાસ સાધારણ સભા મળેલ હતી.

આ સાધારણ સભાએ ચૂંટાયેલા અને બિનહરીફ થયેલા નવનિયુક્ત પ્રતિનિધિઓને નિયમોનુસાર કારોબારી સભ્યો તરીકે બહાલી આપેલ. ત્યારબાદ મોડી સાંજે મંડળીના કાર્યાલય ખાતે મળેલ નવનિયુક્ત કારોબારી સભ્યોની બેઠકમાં મોરબી ગ્રામ્ય શિક્ષક શરાફી મંડળીના પ્રમુખ પદે ભાવેશ પારેજીયા તેમજ ઉપપ્રમુખ પદે ધર્મેન્દ્ર કાવઠિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ હતી.મંડળીને સમૃદ્ધિ અને વિકાસપથ પર લઈ જવા માટે સત્તત પ્રયત્નશીલ રહી પરીણામલક્ષી કામગીરી માટે નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ સૌ કારોબારી સદસ્યોઓને તમામ સભાસદોએ અભિનંદન પાઠવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર