મોરબી: ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા બહેનોનને સિવણ કેન્દ્રમાં સર્ટીફીકેટ વિતરણ કરાયા
મોરબી: મોરબીના વાવડી રોડ પર ભગવતી પાર્કમાં આવેલા સીવણ કેન્દ્રમાં આર્થિક નબળી પરિસ્થિતિ ધરાવતા બહેનોને ત્રણ માસના કોર્સના અંતે ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે અને આ તમામ બહેનો પોતાની રીતે પગભર બની બીજાને સહાયરૂપ બને તેવી ભાવના સાથે આ કાર્ય કરવામાં આવે છે આ સર્ટિફિકેટ વિતરણ દેવકરણ ભાઈ આદ્રોજાના માર્ગદર્શન તળે સભ્યો ટી સી ફૂલતરિયા વિનુભાઈ ભટ્ટ અને સીવણ કેન્દ્રના સંચાલિકા હેતલબેનના હસ્તે અષાઢી બીજનાં પવિત્ર દિવસે દશ બહેનોને સર્ટિ આપવામાં આવ્યા તેવું ગંગા સ્વરૂપ સહાય સમિતિના સભ્ય ટી સી ફૂલતરિયાની યાદીમાં જણાવવામાં આવે છે.