મોરબી: મોરબીની ઘુંટુ કેનાલમાં ડુબી જતાં આધેડનું મોત નિપજ્યું. જે મળેલ મૃતદેહ હાલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીની ઘુંટુ કેનાલ પાસે એક વ્યક્તિ ડુબતો હોવાની મોરબી ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે દોડી જઈ શોધખોળ હાથ ધરતા ભારે જેહમત બાદ કોળી મનસુખભાઇ માનસંગભાઈ (ઉ.વ.૫૬) નામના આધેડનો મૃતદેહ મળી આવતા જે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
