મોરબી: GIDC ના નાકા નજીકથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો
મોરબી: મોરબીના શનાળા રોડ જી.આઈ.ડી.સી.ના નાકા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ જી.આઈ.ડી.સી.ના નાકા પાસેથી આરોપી બળવંતભાઈ ગોવિંદભાઈ ચાવડા (ઉ.વ.૨૯) રહે. કબીર ટેકરી મોરબી વાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળા સ્પ્લેન્ડર મોટરસાયકલ કિં.રૂ. ૫૦,૦૦૦ વાળામા ગેરકાયદેસર રીતે ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧ કિં રૂ.૩૭૫ તથા સ્પ્લેન્ડર મોટરસાયકલ કિં રૂ.૫૦,૦૦૦ મળી કુલ કિં રૂ.૫૦,૩૭૫ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.