મોરબી ગીતાંજલી વિદ્યાલય ખાતે બાળમેળા અને લાઈફસ્કીલ મેળાનું આયોજન
મોરબી : આજના આધુનિક યુગમાં શિક્ષણના નુતન પ્રવાહો તેમજ ટેકનોલૉજીના યુગમાં Life Skill Developmentની નૂતન સંકલ્પનાને સાકાર કરવા ગીતાંજલી વિદ્યાલયના ખાતે બાળમેળા અને લાઈફસ્કીલ મેળાનું સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આજના આધુનિક યુગમાં શિક્ષણના નુતન પ્રવાહો તેમજ ટેકનોલૉજીના યુગમાં Life Skill Developmentની નૂતન સંકલ્પનાને સાકાર કરવા ગીતાંજલી વિદ્યાલયના ટ્રસ્ટી રૂપલબેન પનારા તથા આચાર્ય ઉભડીયા હર્ષદભાઇ તથા કંઝારીયા ધર્મેશભાઇ તેમજ સ્ટાફમીત્રો દ્વારા બાળમેળા અને લાઈફસ્કીલ મેળાનું સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવેલ હતુ.
વર્ગખંડમાં બાળક ઘણુંબધુ શીખે છે, પરંતુ બાળમેળા દ્વારા બાળક પોતાની શક્તિઓને બહાર લાવી કંઇક નવું કરવાનો, બનાવવાનો આનંદ માણે છે. આ સાથે બાળકમાં “મેં કંઈક નવુ બનાવ્યું, શીખ્યું” તેનો આનંદ તેને જે મળે છે, તે તેના જીવનભરની યાદ બની રહે છે. બાળકોના સર્વાંગી વિકાસ તેમજ તેના જીવન ઘડતર માટે ‘બાળમેળો’ એ પાયાના પગથિયા સમાન છે.
બાળકો જીવનવ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યો કેળવાય. બાળકોની ક્રિયાશીલતા અને જિજ્ઞાષા પોષાય છે. તેવા હેતુથી ગીતાંજલી વિદ્યાલયમાં બાળમેળનુ આયોજન કરવામાં આવ્યુ છે કે જેમાં વિદ્યાર્થી પોતાની કુશળતા વિકસાવવા અલગ અલગ ચીજવસ્તુ અને ખાણી-પીણીના સ્ટોલ બનાવી પોતાનામાં રહેલી આવડત ને વેપાર-વાણિજય ક્ષેત્રે વિકસાવી હતી. વાલીગણ દ્રારા તથા આજુબાજુના લોકોએ બહોળી સંખ્યામાં મુલાકાત લીધી હતી. બાળકોના ભરપુર પ્રયાશથી આ આનંદમેળો સફળ રહ્યો હતો.