મોરબીના ગોર ખીજડીયા ગામે સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરાઈ
મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે શ્રી સ્વામિનારાયણ પ્રાથમિક શાળામાં ૭૯ મો સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં નાટક, ભજન, દેશ ભક્તિના ગીતો રજૂ કરાયા હતા. તેમજ શાળામાં તૈયાર કરવામાં આવેલ રોપાઓ મહેમાનો તથા ગ્રામજનોને શાળા દ્વારા વિના મૂલ્યે વિતરણ કરી એક અનોખી રીતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી હતી.
આ કાર્યક્રમમાં ગોર ખીજડીયા ગ્રામ પંચાયતના સરપંચ ગૌતમભાઈ મોરડીયા, ગ્રામ પંચાયતના સભ્યો, ગ્રામજનો તથા પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.