મોરબી: મોરબી – માળિયા નેશનલ હાઇવે રોડ ઉપર મહેન્દ્રનગર ગામના પાટીયા નજીક શીવ કોમ્પલેક્ષ સામે રોડ ઉપરથી દેશી હાથ બનાવટી પિસ્તોલ સાથે એક ઈસમને મોરબી એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી – માળિયા નેશનલ હાઇવે રોડ ઉપર મહેન્દ્રનગર ગામના પાટીયા નજીક શીવ કોમ્પલેક્ષ સામે રોડ ઉપરથી આરોપી કુલદીપસિંહ કિશોરસિંહ જાડેજા (ઉ.વ.૩૮) રહે. વાધરવા તા. માળીયા (મી) વાળાને ગેરકાયદેસર રીતે લાયન્સ કે પરવાના વગર રાખેલ દેશી હાથ બનાવટની પિસ્તોલ નંગ -૧ કીં.રૂ. ૧૦,૦૦૦ નાં મુદામાલ સાથે મોરબી એસ.ઓ.જી.પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
