મોરબી હળવદ રોડ પર પાનની દુકાનમાં નશાકારક ગોગો સ્ટીકનુ વેચાણ કરતા એક ઈસમ ઝડપાયો
મોરબી તાલુકાના નીચી માંડલ ગામ ની સીમમાં મોરબી-હળવદ રોડ ઉપર શિવ કોમ્પ્લેક્ષમાં આવેલ રાધે પાનની દુકાનમાં ગેરકાયદેસર રીતે નશાકારક ગોગો સ્ટીકનુ વેંચાણ કરતા એક ઇસમ વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા મોરબી તાલુકાના નીચી માંડલ ગામ ની સીમમાં મોરબી-હળવદ રોડ ઉપર શિવ કોમ્પ્લેક્ષમાં આવેલ રાધે પાનની દુકાનમાં ગેરકાયદેસર રીતે નશાકારક ગોગો સ્ટીક નંગ-૩૫ સાથે એક ઇસમ વિપુલભાઇ વનજીભાઈ કૈલા ધંધો-વેપાર (ઉ.વ.૩૫) રહે-ઉમા રેસીડેન્સી ઘુંટુ રોડ મોરબીવાળો મળી આવતા તેના વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ હેઠળ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.