Tuesday, May 13, 2025

મોરબી હળવદ રોડ પર બીસ્કોન સીરામીક પાસે થયેલ ખુનના ગુન્હાના આરોપીને મોરબી પોલીસે ઝડપી પાડયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી હળવદ રોડ, બીસ્કોન સીરામીક પાસે થયેલ ખુનના ગુન્હાના આરોપીને ગણતરીના કલાકોમાં મોરબી પોલીસે ઝડપી પાડયા છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો. કલમ-૩૦૨ ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબનો ગુન્હો તા.૧૦/૦૭/ ૨૦૨૩ ના રોજ જાહેર થયેલ છે. આ કામે ફરીયાદી રણજીતભાઇ પરવાીયા મોલ ઉં.વ.૪૧ ધંધો.મજુરી રહે.હાલ સીમસ્ટોન સીરામીકના લેબર ક્વાર્ટરમાં, વઘાસીયા ટોલનાકાથી મોરબી તરફ, તા.વાંકાનેર જી.મોરબી મુળ ગામ ચીપતસ્તીઆ પોસ્ટ મંજપુર થાના તાલુકા બારીપદા જી.મયુરભંજ (ઓરીસ્સા) વાળાએ પોતાની ફરીયાદ કરેલ કે, ટીક્કીસીંગ ચૈતન્યસીંગ બીસ્કોન સિરામીક કારખાનામાં જવા માંગતો હોય ત્યારે બીસ્કોન સીરામીકમાં સીક્યોરીટી તરીકે કામ કરતા આરોપી મહેશભાઇ વીયાએ તેને રોકતા ઝધડો થયેલ બાદ આરોપી મહેશ વસુનીયાએ આરોપી રાજેન્દ્ર ગુર્જર તથા તેની સાથે કામ કરતા ઇરફાન કુરેશીને બોલાવેલ બાદ આોપીઓએ ટીક્કીસીંગ ચૈતન્યસીંગને હાથ વડે તથા લાકડી વડે શરીરે મુંઢમાર મારી ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવ્યુ હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો રજીસ્ટર કરેલ હોય.

આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન તેમજ એલ.સી.બી મોરબીના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ ચાલુ હતી તે દરમ્યાન આ કામના આરોપીઓ (૧) રાજેન્દ્ર બનેસિંહ ધલજી ગુર્જર ઉ.વ.-૨૮ ધંધો-સીકયુરીટી ઇન્ચાર્જ તથા હોટલનો રહે.અમરપુરા (ખાકરા તેજા પંચાયત) તા.બ્યાવરા પોસ્ટ- માલાવર, જી.રાજગઢ (એમ.પી.) હાલ ગૂર્જર હોટલ, આંદરણા ગામ પાસે, તા.જી.મોરબી (૨) મહેશ સઓ ભુરાભાઇ લાલાભાઇ વસુનીયા ઉ.વ. ૨૭ ધંધો સીકયુરીટી રહે.ભુરીઘાટી,તડવી ફળીયુ, (પાંચ પીપળા પંચાયત) તા.પેટલાવદ પોસ્ટ બેકલદા, જી.જાંબુઆ એમ.પી.) હાલ-બીસકોન સીરામીક ફીંકટરીમાં, નીંચીમાંડલ, પાસે, તા.જી.મોરબી (૩) અબરાર ઉર્ફે ઇરફાન રઇશખાન કુરેશી ઉ.વ.-૨૩ ધંધો-સીકયુરીટી રહે. કટવર સાહીપુર તા.લાલગંજ થાણુ-જેઠવારા પોસ્ટ-લેપુર જી.પ્રતાપગઢ (યુ.પી.) હાલ- ગુર્જર હોટલ, આંદરણા ગામ પાસે, તા.જી.મોરબી મળી આવતા પોલીસ સ્ટેશન ખાતે લાવી પુછપરછ કરતા આરોપીએ ગુન્હો કરેલ હોવાની કબુલાત આપતા હોય જેથી આરોપીઓનો કોરોના ટેસ્ટ કરાવતા જે નેગેટીવ આવતા મજકુર આરોપીઓને આજે તા-૧૧/૦૭/૨૦૨૩ ના રોજ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર