મોરબી હળવદ હાઈવે પર પાંચ પશુઓને હડફેટે લેનાર થાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ
મોરબી હળવદ હાઈવે રોડ ઉપર ઉંચી માંડલ ગામની સીમમાં નેકસોન સીરામીક કારખાના સામે રોડ ઉપર પ્રૌઢની પાંચ ભેંસને થાર કારના ચાલકે હડફેટે લેતા ત્રણ પશુ ભેંસના મોત નિપજ્યા હતા અને બે ભેંસને ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાની આરોપી થારના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે રહેતા લખમણભાઇ બુટાભાઈ કાટોડીયા (ઉ.વ.૫૫) એ આરોપી મહીન્દ્રા કંપનીની થાર કાર રજીસ્ટર નં-GJ-36-AJ-8226 નો ચાલક દાનાભાઇ રાતડીયા રહે. વાંકળા તા.જી.મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપએ પોતાની કાર વધુ સ્પીડમાં ચલાવી રોડ પર જતી ફરીયાદીની માલિકની પાંચ પશુ જીવ ભેંસોને હડફેટે લીધેલ જેમાં ત્રણ પશુ જીવ ભેંસો જેની કી.રૂ. ૧,૫૦,૦૦૦/- વાળીનું મોત નિપજાવેલ તથા બે પશુ જીવ ભેંસોને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી જેથી આ બનાવ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.