મોરબીઃ હિન્દુ સામ્રાજય દિનઉત્સવ નિમિતે કાર અને બાઈક રેલીનું આયોજન
મોરબી: છત્રપતિ શિવાજી મહારાજના સ્વરાજયના ૩૫૦ વર્ષ થઈ રહ્યા છે. ત્યારે હિન્દુ સ્વરાજયનો પાયો નાખનાર હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના રાજયાભિષેક દિવસને આ રેલી યોજાશે આ રેલીનું આયોજન જેઠ સુદ તેરસ ને શુક્રવાર તા. ૦૨-૦૬-૨૦૨૩ રાખવામાં આવ્યું છે જે રેલીનો સમય રાત્રે ૮:૧૫ નો રહેશે તેમજ સભાનો સમય રાત્રે ૧૦:૦૦ સભાસ્થળ કેપીટલ માર્કેટ, રવાપર ચોકડી,ખાતે યોજાશે તેમજ મશાલ રૂટ આઈકોન રેસીડન્સીએસ.પી. રોડ કુળદેવી પાન ક્રિષ્ના સ્કૂલ બોની પાર્ક, રવાપર વર્ધમાન એપાર્ટમેન્ટ આલાપ રોડ વજેપર મેઈન રોડ શિવાજી મહારાજ સર્કલ (સબ જેલ ચોક) – જેલ રોડ, વાઘપરા મેઈન રોડ, સ્વામી વિવેકાનંદ રોડ રાજકોટ નાગરિક બેન્ક ઘનશ્યામ માર્કેટ નીલકંઠ સ્કૂલ નરસંગ ટેકરી મંદિર સ્વાગત ચોકડી (કેપીટલ માર્કેટ) ખાતે યોજાશે જેની જાહેર જનતાને જોડાવવા અપીલ કરાઈ છે.