મોરબી: ઘરમાં તાંત્રિક વિધિ થતી હોવાનો શક રાખી વૃદ્ધ પર બે શખ્સો લાકડી વડે તુટી પડયા
મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ માળીયા વનાળીયા સરકારી સ્કૂલની બાજુમાં વૃદ્ધ વહેલી સવારે નિત્યક્રમ મુજબ ચાલવા જતા હોય ત્યારે પોતાના પડોશમાં રહેતા આરોપીઓએ વૃદ્ધ ઉપર પોતાના ઘરમાં તાંત્રિક વિધિઓ કરતો હોવાનો શક રાખી વૃદ્ધને લાકડી વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ માળીયા વનાળીયા સરકારી સ્કૂલની બાજુમાં રહેતા રામજીભાઈ વશરામભાઇ આંબલીયા (ઉ.વ.૭૫) એ પોતાના પાડોશમાં રહેતા આરોપી ભલાભાઇ માલાભાઇ અંબાલીયા (ર) કમલેશભાઇ ભલાભાઇ અંબાલીયા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી વહેલી સવારે નિત્યક્રમ મુજબ ચાલવા જતા પોતાની પાડોશમાં રહેતા આરોપીઓએ ફરીયાદી ઉપર પોતાના ઘરમાં તાંત્રીક વીધીઓ કરતો હોવાનો શક રાખી ફરીયાદીને ગાળો આપી લાકડીઓ વતી શરીરે મુંઢમાર મારી મુંઢ ઇજાઓ પહોંચાડી ફરીયાદીને જાનથી મારી નાખવાની ઘમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.